J&K: રામપુર સેક્ટરમાં સેનાના બે જવાન શહીદ, પુલવામામાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા

જમ્મુ અને કાશ્મીરના રામપુર સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા યુદ્ધવિરામના ભંગમાં બે જવાન શહીદ થયા છે. ભારતીય સેના આ સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સેલ્યુટ કરે છે. 
J&K: રામપુર સેક્ટરમાં સેનાના બે જવાન શહીદ, પુલવામામાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા

પુલવામા: જમ્મુ અને કાશ્મીરના રામપુર સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા યુદ્ધવિરામના ભંગમાં બે જવાન શહીદ થયા છે. ભારતીય સેના આ સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સેલ્યુટ કરે છે. 

બીજી બાજુ પુલવામામાં આજે સવારે સુરક્ષાદળોએ 2-3 આતંકીઓને ઘેરી લીધા છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ડંગરપોરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. પોલીસ, સેનાના 55 આરઆર અને 182બીએન, સીઆરપીએફના 183બીએનની જોઈન્ટ ટીમે ડેંજરપોરામાં કોર્ડન સર્ચ ઓપરેશન ચલાવ્યું. 

— ANI (@ANI) May 2, 2020

અત્રે જણાવવાનું કે કોર્ડન અને તલાશી અભિયાનને વિસ્તારમાથી મળેલી એક ખાસ બાતમીના આધારે શરૂ કરાયું હતું અને 2 કલાક બાદ તલાશી દળને તે જગ્યાની જાણ થઈ જ્યાં આંતકીઓ છૂપાયેલા હતાં. 

પોલીસનું કહેવું છે કે જ્યારે સર્ચ ટુકડી આતંકીઓની નજીક પહોંચી તો છૂપાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું જેના કારણે અથડામણ શરૂ થઈ. 

જુઓ LIVE TV

આઈજી પોલીસે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને ઘણા સમય બાદ પુલવામામાં અથડામણ જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news