સુરત જિલ્લા પોલીસનું પરપ્રાંતીયો માટે બેજવાબદાર વર્તન, ‘બે દિવસ છે.. સુરતથી જતા રહો..’

પરપ્રાંતિયોને બે દિવસમાં સુરત છોડવાનો આદેશ આપતા સુરત જિલ્લા પોલીસના વીડિયો વાયરલ થયો છે. સુરત જિલ્લા પોલીસનું બેજવાબદારીભર્યું વર્તન સામે આવ્યું છે. આ વીડિયો હાલ વાયરલ થયો છે. વીડિયોમાં સુરત જિલ્લા પોલીસ પરપ્રાંતિયોને ચેતવણી આપી રહી છે. વીડિયોમાં કહેવાઈ રહ્યું છે કે, બે દિવસ બાદ કોઈને જવા દેવામાં નહિ. વધારે રૂપિયા આપીને પણ પરપ્રાંતીયો વતન લોકો ચાલ્યા જાય. બે દિવસ બાદ ઘરની બહાર નહીં જવા દેવાય. જમવાનું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું. જે ગાડી મળે તેમ વતન જવાનું ફરમાન કરાયું. 

સુરત જિલ્લા પોલીસનું પરપ્રાંતીયો માટે બેજવાબદાર વર્તન, ‘બે દિવસ છે.. સુરતથી જતા રહો..’

તેજશ મોદી/સુરત :પરપ્રાંતિયોને બે દિવસમાં સુરત છોડવાનો આદેશ આપતા સુરત જિલ્લા પોલીસના વીડિયો વાયરલ થયો છે. સુરત જિલ્લા પોલીસનું બેજવાબદારીભર્યું વર્તન સામે આવ્યું છે. આ વીડિયો હાલ વાયરલ થયો છે. વીડિયોમાં સુરત જિલ્લા પોલીસ પરપ્રાંતિયોને ચેતવણી આપી રહી છે. વીડિયોમાં કહેવાઈ રહ્યું છે કે, બે દિવસ બાદ કોઈને જવા દેવામાં નહિ. વધારે રૂપિયા આપીને પણ પરપ્રાંતીયો વતન લોકો ચાલ્યા જાય. બે દિવસ બાદ ઘરની બહાર નહીં જવા દેવાય. જમવાનું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું. જે ગાડી મળે તેમ વતન જવાનું ફરમાન કરાયું. 

સુરત પોલીસ વીડિયોમાં પરપ્રાંતિયોને આવી જાહેરાત કરતી જોવા મળી રહી છે. આ કારણે પરપ્રાંતિઓમાં અફવા ફેલાઈ છે. આ બીકને માર્યે લોકો ટેમ્પો, ટ્રકમાં બેસીને વતન તરફ જવા રવાના થયા છે.  આ વીડિયોને કારણે પરપ્રાંતીયોમાં ભય ફેલાયો છે. તો સાથે જ લોકો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. આમ, સુરત જિલ્લા પોલીસ દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. કુલ ત્રણ વીડિયો છે, જેમાં બે વીડિયો પોલીસના છે. સુરત જિલ્લા પોલીસ પરપ્રાંતીયોને મોકલવા જાણે તલપાપડ થઈ રહી છે. બે દિવસમાં આ કેવી રીતે શક્ય છે તે જવાબ આપવુ રહ્યું. બે દિવસમાં જ જવુ પડશે તેવુ નોટિફિકેશન ક્યાંથી આવ્યુ તે સુરત જિલ્લા પોલીસે જણાવવું પડશે. 

અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાઈ

તો બીજી તરફ, લોકો પાસે હાલ રૂપિયા નથી. લોકડાઉનમાં ફસાયેલા મજૂરોની આવક પર બ્રેક લાગી છે. તો સાથે જ વતન જવા માટે ઉંચી કિંમત વસૂલવામા આવી રહી છે. વીડિયોમાં પોલીસ પોતે કહી રહી છે કે, વધુ રૂપિયા આપીને પણ જતા રહો. ત્યારે સવાલ એ છે કે, રોજ ચાલીને ઓફિસ જઈને રૂપિયા બચાવતા મજૂરો કેવી રીતે આટલા રૂપિયા લાવે. હાલ તો તેમની આવક પણ બંધ છે. જિલ્લામાં પરપ્રાંતીયો અંગે પોલીસે ખુલાસો આપવાનો રહેશે કે, કેવી રીતે આ જાહેરાત કરાઈ. અને જાહેરાત બાદ પણ લોકો કેવી રીતે જશે. વ્યવસ્થા કરવાને બદલે પોલીસ ધમકાવી રહી છે અને ચેતવણી આપી રહી છે. 

શું કહી રહ્યાં છે વીડિયોમાં...
વીડિયોમાં જિલ્લા પોલીસના એક અધિકારી કહી રહ્યાં છે કે, જવા માટે તમારે કોઈના પાસેથી કોઈ પરમિશન કે પાસની જરૂર નથી. તમે તમારો સામાન ફોર વ્હીલર, ટુ વ્હીલર કે બસ દ્વારા જઈ શકો છો. બે દિવસનો સમય છે. તમારે કોઈની પાસેથી પરમિશન લેવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે છૂટ આપી છે. તો અધિકારી વીડિયોમાં કહી રહ્યાં છે કે, રૂપિયા માગી રહ્યા છે તો થોડા વધુ આપવા પડશે ને. નીકળવુ હોય તો નીકળો, ન નીકળવાનુ હોય તો ન નીકળો, બે દિવસ બાદ બધુ બંધ થઈ જશે. હુ નીચે પણ નહિ ઉતરુ. તેથી કહી રહ્યો છે કે, નીકળવુ હોય તો નીકળો. હવે કોઈ ખાવાનું ખવડાવવામાં નહિ આવે. થેલા લઈને ટુ વ્હીલર, ફોર વ્હીલરમાં બેસીને નીકળી જાઓ. ફટાફટ જાઓ, બધાને કહી દો. રસ્તામાં તમને કોઈ નહિ રોકે. તમે એકલા નથી જતા. બધા જ નીકળી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news