એર ઇન્ડિયા અને ગો એરનાં વિમાનમાં ખામી, કરાવવી પડી ઇમરજન્સી લેન્ડિંગ

બંન્ને વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ લખનઉ એરપોર્ટ ખાતે કરાવવામાં આવ્યું હતું, જેમાં એર ઇન્ડિયાનું વિમાન દિલ્હીથી દુર્ગાપુર જઇ રહ્યું હતું જ્યારે ગો એરનું વિમાન પટનાથી દિલ્હી જઇ રહ્યું હતું

એર ઇન્ડિયા અને ગો એરનાં વિમાનમાં ખામી, કરાવવી પડી ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી : એર ઇન્ડિયા અને ગો એરનાં એક એક વિમાનની ગુરૂવારે રાત્રે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. તેમાંથી એર ઇન્ડિયાનું વિમાન દિલ્હીથી દુર્ગાપુર જઇ રહ્યા હતા અને ગો એરનું વિમાન પટનાથી દિલ્હી જઇ રહ્યું હતું. 

— ANI UP (@ANINewsUP) March 7, 2019

બંન્ને વિમાનની ઇમર્જન્સી લેન્ડિંગ લખનઉ એરપોર્ટ પર કરવામાં આવી. એર ઇન્ડિયાનાં વિમાન AI755ને ફુલ ઇમર્જન્સીની સ્થિતીમાં ઉતારવું પડ્યું હતું. અહીં સ્થિતી તેનાં એક એન્જિનમાં ગંભીર ખામી બાદ આવી. બીજી તરફ ગો એરનાં વિમાન (એરબસ 320 નિયમો)ને એન્જિનમાં ખામીના કારણે ઇમરજન્સી સ્થિતીમાં ઉતારવું પડ્યું. એખ દિવસ પહેલા જ એર ઇન્ડિયાનાં વધારે એક ઇમાનને ઇમરજન્સી સ્થિતીમાં દિલ્હી એરપોર્ટ પર ઉતારવું પડ્યું હતું. 

 

— ANI (@ANI) March 6, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news