સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકર્સે નામ અને પ્રોફાઈલ ફોટો બદલી નાખ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ સાથે પણ બુધવારે છેડછાડ કરવામાં આવી.

સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકર્સે નામ અને પ્રોફાઈલ ફોટો બદલી નાખ્યા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ સાથે પણ બુધવારે છેડછાડ કરવામાં આવી. જો કે હવે આ એકાઉન્ટ રિસ્ટોર કરી લેવાયું છે. 

હેકર્સે નામ અને ફોટો બદલી નાખ્યો
હેકર્સે સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટનો ફોટો અને નામ બદલી નાખ્યું હતું. હેકર્સે પ્રોફાઈલ પર એલન મસ્કના નામ સાથે માછલીનો પ્રોફાઈલ ફોટો લગાવી દીધો હતો. 

"The account has been restored," the ministry tweeted.

— ANI (@ANI) January 12, 2022

એકાઉન્ટ રિકવર કરી લેવાયું
સૂચના અને પ્રસારણ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે આજે સવારે મંત્રાલયના એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. જેને ઠીક કરી લેવાઈ છે. મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે ટ્વિટર એકાઉન્ટને બહાલ કરી લેવાયું છે. 

— Ministry of Information and Broadcasting (@MIB_India) January 12, 2022

ગત મહિને પીએમ મોદીનું એકાઉન્ટ હેક થયું હતું
અત્રે જણાવવાનું કે આ અગાઉ ડિસેમ્બર 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું અને ટ્વીટ કરવામાં આવી હતી કે ભારતે અધિકૃત રીતે બિટકોઈનને કાયદેસર માન્યતા આપી દીધી છે. જો કે તેને તરત ઠીક કરી લેવાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news