PM નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક, હેકરે કરી બિટકોઇનની માંગ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (Twitter Account Hacked)  હેક કરી લેવામાં આવ્યું હતું. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી. બાદમાં આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. 

  PM નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક, હેકરે કરી બિટકોઇનની માંગ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. હેકરે કોવિડ-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગ કરી હતી. પરંતુ બાદમાં તત્કાલ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. 

પ્રધાનમંત્રીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા. ટ્વીટર એકાઉન્ટ પર એક મેસેજ લખવામાં આવ્યો, હું તમને અપીલ કરુ છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો. 

અન્ય એક ટ્વીટમાં હેકરે લખ્યું, આ એકાઉન્ટ જોન વિક (hckindia@tutanota.com)એ હેક કરી લીધુ છે. અમે પેટીએમ મોલ હેક કર્યું નથી. પરંતુ હવે આ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. 

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ જે વેરિફાઇડ ટ્વીટર એકાઉન્ટ છે, તેના 25 લાખથી વધુ ફોલોઅર્સ છે. 

હેકર ગ્રુપનું નામ જોન વિક છે. 30 ઓગસ્ટે સાઇબર સિક્યોરિટી ફર્મ સાઇબલે દાવો કર્યો હતો કે જોન વિક ગ્રુપનો જ પેટીએમ મોલના ડેટા ચોરીમાં હાથ હતો. પેટીએમ મોલ યૂનીકોર્ન પેટીએમની ઈ-કોમર્સ કંપની છે. સાઇબલે દાવો કર્યો હતો કે આ હેકર ગ્રુપે ખંડણીની માગ કરી હતી. પરંતુ પેટીએમે કહ્યું કે, તપાસ દરમિયાન ડેટા ચોરી થવાની કોઈ ઘટના બની નથી. 

જુલાઈ મહિનામાં એક આવી ઘટના સામે આવી હતી જેમાં વોરેન બફેટ, જેફ બેજોસ, બરાક ઓબામા, જો બિડેન, બિલ ગેટ્સ અને એલોન મસ્ક સહિત ઘણી મોટી હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ સાથે છેડછાડ થઈ હતી. આ લોકોના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news