Petrol Diesel Price: મહિનાઓ બાદ હવે સસ્તું થયું ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ


દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે આજે ડીઝલની કિંમતમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમય બાદ ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. 
 

Petrol Diesel Price: મહિનાઓ બાદ હવે સસ્તું થયું ડીઝલ, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા મહિનાથી આંતરરાષ્ટ્રીય બજાર (International Market)મા કાચા તેલની કિંમત વધી-ઘટી રહી છે. તેનાથી વિપરીત ઘરેલૂ બજાર (Domestic Market)મા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ન તો વધારો થઈ રહ્યો છે કે ન ઘટાડો. પરંતુ આજે સરકારી તેલ કંપનીઓ (Government oil companies)એ દિલ્હીમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 16 પૈસાનો ઘટાડો કર્યો છે. તેની કિંમતોમાં છેલ્લા 32 દિવસમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલની કિંમતમાં આજે કોઈ ફેરફાર થયો નથી. જોવામાં આવે તો આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય ઇંધણ બજારમાં કોઈ ખાસ ચઢાવ-ઉતાર નથી. દિલ્હીમાં આજે પેટ્રોલ 82.08 રૂપિયા પર છે તો ડીઝલ 73.56 રૂપિયા પ્રતિ લિટરથી ઘટીને 73.40 રૂપિયા થઈ ગયું છે. 

છેલ્લા 17 દિવસમાં 1.65 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
છેલ્લી 16 ઓગસ્ટથી શરૂ કરીએ તો ચાર દિવસ, એટલે કે બુધવાર 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ, શનિવાર 29 ઓગસ્ટ, સોમવાર 31 ઓગસ્ટને છોડી દેવામાં આવે તો બાકીના 13 દિવસ પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પાછલા પખવાડિયાની શરૂઆતમાં પેટ્રોલની કિંમતમાં આગ લાગવાની શરૂ થઈ, જે મંગળવાર સુધી જારી રહી હતી. જો દિલ્હીની વાત કરવામાં આવે તો ત્યાં છેલ્લા 13 કટકામાં પેટ્રોલ પ્રતિ લીટર 1.65 પૈસા મોંઘુ થઈ ગયું હતું. કાલે પેટ્રોલની કિંમતમાં વધારો થયો નથી. 

શહેરનું નામ પેટ્રોલ ડીઝલ
દિલ્હી 82.08 73.4
મુંબઈ 88.73 79.94
ચેન્નઈ 85.04 78.71
કોલકત્તા 83.57 76.9
નોઇડા 82.36 73.72
રાંચી 81.52 77.61
બેંગલુરૂ 84.75 77.71
પટના 84.64 78.59
ચંડીગઢ 78.96 73.05
લખનઉ 82.26 73.62
અમદાવાદ 79.41 79.06

પાછલા મહિને માત્ર ડીઝલ થયું મોંઘુ
જુલાઈમાં જોવામાં આવે તો સરકારી તેલ કંપનીઓએ માત્ર ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. આ દરમિયાન 10 કટકે ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા. તેનાથી ડીઝલ 1.60 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ મોંઘુ થઈ ગયું હતું. પેટ્રોલની વાત કરીએ તો તેમાં તે મહિને કોઈ ફેરફાર થયો નહતો. 

EMI ના હપ્તામાં છૂટ મળશે કે નહી? સુપ્રીમ કોર્ટ આવતીકાલે કરશે સુનાવણી

કાચા તેલની કિંમતોમાં કોઈ ખાસ હલચલ નહીં
વૈશ્વિક બજારમાં પાછલા સપ્તાહે માંગ ન હોવાને કારણે કિંમતોમાં કોઈ હલચલ જોવા મળી નથી. પરંતુ આ સપ્તાહમાં તેજી જોવા મળી રહી છે. કાલે પણ બજાર બંધ થતા સમયે ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ 0.27 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડમાં 0.14 ડોલરની તેજી જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news