CM યોગી બાદ હવે ભારતીય હવામાન વિભાગનું પણ ટ્વિટર એકાઉન્ટ થયું હેક!

IMD Twitter Account Hacked: ભારતીય હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેના પર thebeanzdrop.com નામના ટ્વટરથી ટ્વીટ કરવામાં આવી રહ્યા છે.

CM યોગી બાદ હવે ભારતીય હવામાન વિભાગનું પણ ટ્વિટર એકાઉન્ટ થયું હેક!

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેના પર thebeanzdrop.com ના નામથી ટ્વીટ્સ પોસ્ટ થઈ રહ્યા છે. જેમાં લખ્યું છે કે બીન્ઝ ઓફિશિયલ કલેક્શન માટે સેલિબ્રેટ કરી રહ્યું છે. અમે તમામ NFT ટ્રેડર્સ માટે કોમ્યુનિટીમાં આગામી બે કલાક માટે એરડ્રોપ ખોલી રહ્યા છીએ.

સમાચાર એજન્સી ANI એ આ સમાચારને લઇને ટ્વીટ પણ કર્યું છે. જેમાં ભારતીય હવામાન વિભાગના હેક ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ પણ છે. આ ઉપરાંત હવામાન વિભાગના ટ્વિટર એકાઉન્ટ પર અજાણ્યા ટ્વિટર એકાઉન્ટને ટેગ કરવામાં આવ્યા છે. સરકારના અધિકારી અને આઇટી એન્જિનિયર્સ આ સમસ્યાને ઉકેલી રહ્યા છે.

— ANI (@ANI) April 9, 2022

તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું હતું. હેક કરનારે એકાઉન્ટનું ડીપી પણ બદલી દીધું હતું. તે જ રીતે હવામાન વિભાગના ડીપીમાં કોઈ તસવીર જોવા મળી રહી નથી. તે પણ સંપૂર્ણ રીતે ખાલી પડ્યું છે. ભારતીય હવામાન વિભાગ તરફથી પ્રેસ રીલીઝ જાહેર કરી આ વાતની પુષ્ટી કરવામાં આવી છે.

ભારતી હવામાન વિભાગનું નામ પણ એકાઉન્ટ પરથી ગાયબ છે. વેરિફાઈડ બ્લૂ ટિકની આગળ માત્ર એક ડોટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સમાં માત્ર અલગ-અલગ લોકોને ટેક કરવામાં આવેલા ટ્વીટ્સ જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news