ત્રિપુરા: ભાજપે લહેરાવ્યો ઝંડો, નિર્વિરોધ જીતી લીધી ગ્રામ પંચાયતની 96% સીટો

30 સપ્ટેમ્બરે ચૂંટણી માત્ર 132 ગ્રામ પંચાયત અને પંચાયત સમિતીની માત્ર સાત સીટો પર જ થશે

ત્રિપુરા: ભાજપે લહેરાવ્યો ઝંડો, નિર્વિરોધ જીતી લીધી ગ્રામ પંચાયતની 96% સીટો

અગરતલા : સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ગ્રામ પંચાયત અને પંચાયત સમિતીની 96 ટકા સીટો પર નિર્વિરોધ જીતી લીધી છે. તે ઉપરાંત પાર્ટીએ રાજ્યનાં તમામ 18 જિલ્લા પરિષદોની સીટો પર પણ કબ્જો કરી લીધો. રાજ્ય ચૂંટણી પંચના એક અધિકારીએ આ માહિતી આપી. 3386 સીટો પર 30 સપ્ટેમ્બર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં 3207 ગ્રામ પંચાયત, 161 પંચાયત સમિતી અને 18 જિલ્લા પરિષદની સીટોનો સમાવેશ થાય છે.

બીજી તરફ વિપક્ષી પાર્ટી સીપીએમના નેતૃત્વવાળા વામ મોર્ચા, કોંગ્રેસ  જનજાતીય આધારિત પાર્ટી આઇપીએફટીએ એસઇસીથી અલગથી રહેલી ચૂંટણી પ્રક્રિયાને ફરી એકવાર કરાવવા માટે કહ્યું છે, કારણ કે આ પાર્ટીઓનો દાવો છે કે ભારે હિંસાના કારણે તેમના ઉમેદવાર પોતાનું નામાંકન દાખલ નથી કરી શક્યા. આ પાર્ટીઓએ આરોપ લગાવ્યો કે ભાજપ કાર્યકર્તાઓએ તેમનાં ઉમેદવારોને સોમવારે અને મંગળવારે 35 બ્લોકમાં નામાંકન પત્ર ભરતા અટકાવ્યા. બીજી તરફ ભાજપે જો કે આ આરોપોનોઇન્કાર કર્યો હતો.

ત્રિપુરામાં ભાજપ સરકારના સત્તામાં આવ્યા બાદ મોટા પ્રમાણમાં વામ દળોના પ્રતિનિધિઓનાં રાજીનામાં આપ્યા બાદ આ સીટો ખાલી થઇ હતી. ત્રણ સ્તરીય પંચાયતની કેટલીક સીટો પ્રતિનિધિઓનાં મોતનાં કારણે પણ ખાલી થઇ હતી. એસઇસી અધિકારીઓએ કહ્યું કે, ભાજપના ઉમેદવાર 3075 ગ્રામ પંચાયતો, 154 પંચાયત સમિતીઓ અને તમામ 18 જિલ્લા પરિષદોમાં નિર્વિરોધ પસંદગી પામ્યા. હવે 30 સપ્ટેમ્બરે ચૂંટણી માત્ર 132 ગ્રામ પંચાયત અને પંચાયતી સમિતીની માત્ર સાત સીટો પર જ થશે. નામાંકન પરત લેવાની અંતિમ તારીખ શુક્રવાર છે. 

પોલીસના અનુસાર ત્રિપુરામાં સોમવાર તથા મંગળવારે રાજનીતિક પાર્ટીઓનાં પ્રતિદ્વંદી જુથો વચ્ચે ઓછામાં ઓછા 12 સ્થળો પર તબક્કાવાર થયેલા ઘર્ષણમાં ભાજપ, આઇપીએફટી અને કોંગ્રેસના 25 કાર્યકર્તા તતા બે ટોચના અધિકારીઓ સહિત 10 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. 

વિપક્ષે આરોપોને નિરાધાર ગણાવતા ભાજપ રાજ્ય પ્રવક્તા મૃણાલ કાંતિ દેબે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને માકપા ગ્રામ પંચાયત ચૂંટણી માટે યોગ્ય ઉમેદવાર નથી શોધી શકી અને ત્રિપુરામાં મહત્તમ લોકોને વામ તથા કોંગ્રેસની તરપતી ચૂંટણી લડવામાં જરા પણ રૂચી નહોતી. 

બીજી તરફ સીપીએમ કેન્દ્રીય સમિતીનાં સભ્યો ગૌતમ દાસે ત્રિપુરાની ચૂંટણી કમિશ્નર જી.કામેશ્વર રાવ સાથે બેઠક બાદ મીડિયાને જણાવ્યું કે, ત્રિપુરામાં મુક્ત ચૂંટણી કરવા માટે યોગ્ય વાતાવરણ નથી. 35 બ્લોકોમાં 28 બ્લોકમાં સત્તારૂઢ પાર્ટીના સમર્થકોએ બિન ભાજપ દળોનો નામાંકન પત્ર ભરવા નહોતું દીધું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news