કોરોના સામે જંગમાં આયુર્વેદિક દવાઓ બનશે હથિયાર, એક અઠવાડિયામાં શરૂ થશે ટેસ્ટ
કોરોના વાયરસ (Coronavirus)ની સતત વધતી જતી ગતિ પર કાબૂ મેળવવા માટે સરકાર પણ વિકલ્પ અપનાવી રહી છે. હવે તેની સારવાર માટે આર્યુવેદિક દવાઓ (ayurvedic medicine) પણ ઉપયોગમાં લેવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સતત વધતી જતી ગતિ પર કાબૂ મેળવવા માટે સરકાર પણ વિકલ્પ અપનાવી રહી છે. હવે તેની સારવાર માટે આર્યુવેદિક દવાઓ (ayurvedic medicine) પણ ઉપયોગમાં લેવામાં આવશે. આયુષ મંત્રી શ્રીપદ નાઇક (shripad naik)ના અનુસાર ભારત ચાર આર્યુવેદિક દવાઓ પર કામ કરી રહ્યું છે અને જલદી પરીક્ષણ શરૂ કરવામાં આવશે. નાઇકે આ સંબંધમાં ટ્વિટ કરીને જણાવ્યું કે આયુષ મંત્રાલય અને CSIR કોરોના વિરૂદ્ધ 4 આયુષ દવાઓને પ્રમાણિત કરવા પર કામ કરી રહી છે. એક અઠવાડિયાની અંદર તેનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. આ દવાઓનો ઉપયોગ COVID-19 દર્દીઓ પર એડ-ઓન થેરેપી અને સ્ટાર્ડડ કેર તરીકે કરવામાં આવશે.
કહેવામાં આવે છે કે આર્યુવેદમાં મોટામાં મોટી બિમારીની સારવાર છે. એટલા માટે સરકાર કોરોના સામે જંગમાં આ વિકલ્પ પણ અજમાવવા માંગે છે. જોકે પ્રયોગ સફળ રહે છે, તો કોરોનાના વધતા જતા કેસને સીમિત કરવામાં સફળતા મળી શકે છે. હાલ તો સ્થિતિમાં આશાને અનુરૂપ સુધારો જોવા મળી રહ્યો નથી. એવામાં આયુષ મંત્રાલ્યના આપ્રયોગ પર તમામની નજરો ટકેલી છે.
આયુષ મંત્રી શ્રીપદ નાઇકને પુરો વિશ્વાસ છે કે કોરોના વાયરસને આયુર્વેદથી હરાવી શકાય છે. તેમણે પોતાના બીજા ટ્વિટમાં આ વિશ્વાસને પ્રદર્શિત કર્યો છે. તેમણે લખ્યું કે ''મને પુરો વિશ્વાસ અને આશા છે કે આપણી પરંપરાગત ઔષધિય પ્રણાલી આ મહામારીમાંથી બહાર નિકળવાનો રસ્તો બતાવશે. આ પહેલાં આ વાત સામે આવે હતી કે સ્વાસ્થ્ય મંત્રાલય, આયુષ મંત્રાલય અને CSIRએ ત્રણ પ્રકારના રિસર્ચ કર્યા છે.
વધતા જતા આંકડા
લોકડાઉન જેવા આકરા ઉપાયોને કોરોનાની ગતિને જરૂર ધીમી કરી છે, પરંતુ તેના પર બ્રેક લાગી નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા જણાવે છે કે દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2549 લોકોના મોત થયા છે જ્યારે સંક્રમિતોની સંખ્યા 80 હજારને પાર નિકળી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે