દેશમાં કોરોના સંક્રમણના કેસ 80 હજારની નજીક, આ 3 રાજ્યોએ વધારી ચિંતા
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા 80,000ની નજીક પહોંચી ગઇ છે. સંક્રમણથી મરનારાઓનો આંકડો 2,500ને પાર કરી ગયો છે. અત્યાર સુધી 26,000થી વધુ લોકો સાજા થયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા 80,000ની નજીક પહોંચી ગઇ છે. સંક્રમણથી મરનારાઓનો આંકડો 2,500ને પાર કરી ગયો છે. અત્યાર સુધી 26,000થી વધુ લોકો સાજા થયા છે. કેરલ, ગોવા, અને અસમ જેવા રાજ્યોમાં સંક્રમણાના કેસનો ગ્રાફ સપાટ હોવાછતાં હવે ફરીથી અચાનક ત્યાં કેસ સામે આવવા લાગ્યા છે.
તો બીજી તરફ ઓડિશા, પશ્વિમ બંગાળ તથા બિહારમાં થોડા દિવસોમાં સંક્રમણનો દર વધી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રોમાં મોટાભાગના કેસ ટ્રેનો, બસો અને ઉડાનો દ્વારા બહારથી પરત ફરેલા લોકો સંબંધિત છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને રાષ્ટ્રીય રાજધાનીથી કોવિડના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે.
જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું કે ગત ત્રણ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના કેસના બમણા થવાના દરને સુધારીને 13.9 દિવસ થઇ ગયો છે જે ગત 14 દિવસમાં 11.1 હતો. તેમણે એમ પણ કહ્યું કે હવે દરરોજ એક લાખ નમૂનાની તપાસની ક્ષમતા વિકસિત કરવામાં આવી છે અને દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના લગભગ 20 લાખ નમૂનાની તપાસ કરવામાં આવી છે.
ડબલિંગ રેટ વધીને 13.9 દિવસ થયો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ગુરૂવારે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણના કેસ બમણા થવાનો દર ત્રણ દિવસમાં ધીમો થઇને 13.9 દિવસ થઇ ગયો છે. સાથે જ હવે કોવિડ-19ની તપાસ ભારતની ક્ષમતા 1,00,000 ટેસ્ટની થઇ ગઇ છે અને અત્યાર સુધી લગભગ 20 લાખ ટેસ્ટ થઇ ચૂક્યા છે. મંત્રીએ કહ્યું કે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણનો એક પણ દેશ સામે આવ્યો નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદનમાં હર્ષવર્ધનના હવાલેથી કહેવામાં આવ્યું કે ''ખુશીની વાત એ છે કે ગત ત્રણ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના કેસનો બમણો હોવાનો દર ધીમો થઇને 13.9 દિવસ થઇ ગયો છે જે ગત 14 દિવસમાં 11.1 હતો.'
તેમણે આ અવસર પર કોબાસ 6800 તપાસ મશીન દેશને સમર્પિત કર્યા. તપાસ વધારવાની ક્ષમતા સંદર્ભમાં મંત્રીએ કહ્યું કે 'આપણે હવે દરરોજ એક લાખ નમૂનાની તપાસની ક્ષમતા વિકસિત કરી લીધી છે. આજે એક મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આપણે અત્યાર સુધી દેશમાં 500થી વધુ લેબ (359 સરકારી અને 145 ખાનગી)માં કોવિડ-19ના લગભગ 20 લાખ નમૂનાની તપાસ કરી છે.
તેમણે જણાવ્યું કે કોબાસ 6800 મશીન સંપૂર્ણ રીતે ઓટોમેટિક મશીન છે. જેથી કોવિડ-19ની પીસીઆર તપાસનું પરિણામ તે સમયે જ મળી જાય છે .સરકારે આ મશીનને ખરીદી છે અન એનસીડીસીમાં તેને લગાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે