Toolkit Case EXCLUSIVE: ષડયંત્રની માસ્ટર માઈન્ડ હતી Nikita Jacob, આ રીતે થઈ Greta Thunberg ની એન્ટ્રી
દિલ્હી (Delhi) માં ખેડૂત આંદોલન (Farmers Protest) દરમિયાન થયેલી હિંસા અને ભારતને બદનામ કરવાના ષડયંત્ર હેઠળ બનાવવામાં આવેલી ટૂલકિટ (Toolkit) અંગે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે હવે ગ્રેટા થનબર્ગની સહયોગી અને ટૂલકિટ ષડયંત્ર સંબંધિત દરેક ચહેરાનો પર્દાફાશ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી (Delhi) માં ખેડૂત આંદોલન (Farmers Protest) દરમિયાન થયેલી હિંસા અને ભારતને બદનામ કરવાના ષડયંત્ર હેઠળ બનાવવામાં આવેલી ટૂલકિટ (Toolkit) અંગે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે હવે ગ્રેટા થનબર્ગની સહયોગી અને ટૂલકિટ ષડયંત્ર સંબંધિત દરેક ચહેરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે મુજબ નિકિતા જેકબ (Nikita Jacob) પણ ટૂલકિટની એક એડિટર છે. આ સાથે જ નિકિતા, દિશા રવિ અને શાંતનુ સાથે મળીને ટૂલકિટ ડોક્યૂમેન્ટ બનાવ્યો હતો.
દિલ્હી પોલીસ (Delhi Police) ના સૂત્રોના જણવ્યાં મુજબ નિકિતાનો ટૂલકિટ (Toolkit) ના ષડયંત્રમાં મોટો રોલ છે. પોલીસનું કહેવું છે કે તે સતત આ ષડયંત્ર સાથે જોડાયેલી હતી. પોલીસે જણાવ્યું કે તમામ આરોપીઓએ આ માટે કોડિંગ પણ કરી રાખ્યું હતું અને ટૂલકિટને પરસ્પર 'Comms Pack Communication package ' નામથી બોલાવતા હતા. પોલીસ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવામાં લાગી છે અને લગભગ 115-120 GB ડેટાની તપાસ કરી રહી છે.
પોતાની સાથે દિશાને પણ જોડી
પોલીસનું કહેવું છે કે નિકિતા જેકબ (Nikita Jacob) જ દિશા રવિને ટૂલકિટવાળા ષડયંત્રમાં પોતાની સાથે લાવી હતી. જેનું કારણ હતું દિશા રવિનું નામ ખુબ મોટું છે અને તે ગ્રેટા થનબર્ગની પણ નજીક છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ નિકિતા પ્રોપગેન્ડા ફેલાવવા માટે ગ્રેટાના નામનો ઉપયોગ કરવા માંગતી હતી.
નિકિતાના ઘરે 11 ફેબ્રુઆરીના રોજ જ્યારે દિલ્હી પોલીસે સર્ચ ઓપરેશન કર્યું તો તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈઝમાંથી ઘણો ડેટા રિકવર થયો હતો. આ ડેટામાં વોટ્સએપ ચેટ, ઈમેઈલ સામેલ છે. આ ઉપરાંત આરોપી સિગ્નલ એપ, ટેલિગ્રામ, પ્રોટોન વીએમ, સાયબર ઘોસ્ટ, જેવા અનેક પ્લેટફોમનો ઉપયોગ પરસ્પર વાતચીત માટે કરતા હતા.
આ બે લોકોની શોધમાં છે પોલીસ
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ નિકિતા પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના ઈમેઈલનો પણ ઉપયોગ કરતી હતી. આ ઉપરાંત શુભમ અને થિલક બે એવા નામ છે જે પોલીસના રડાર પર છે. કારણ કે આ બંને પણ તે વોટ્સએપ ગ્રુપનો ભાગ હતા. પોલીસે નિકિતા અને પીટર ફ્રેડરિકના વોટ્સએપ ચેટ પણ રિકવર કર્યા છે. વાતચીતમાં બને સિક્યોર એપ અંગે પરસ્પર વાત કરી રહ્યા હતા કે કઈ એપ સિક્યોર છે જેના દ્વારા વાતચીત થઈ શકે છે.
પોલીસ તપાસમાં થયો આ ખુલાસો
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે PJF ના ફાઉન્ડર મો ધાલીવાલે પોતાના કેનેડામાં રહેતા સાથી પુનિતની મદદથી પોતાનો પ્લાન બનાવ્યો અને 11 જાન્યુઆરીના રોજ ધાલીવાલે ઝૂમ મીટિંગ કરી. આ મીટિંગમાં દિશા, નિકિતા, શાંતનુ પણ સામેલ હતા. બેઠકમાં નક્કી કરાયું કે આ આંદોલનને વધુ મોટું બનાવવાનું છે. આ બધાએ ટૂલકિટ ડોક્યૂમેન્ટ બનાવ્યો અને પછી દિશા રવિએ આ ટૂલકિટને ગ્રેટા પાસે મોકલી. કેનેડામાં રહેતી પુનિત નામની મહિલાએ આ લોકોને પ્રો ખાલિસ્તાની સંગઠન પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન સાથે જોડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે