ગણતંત્ર દિવસ પહેલા વીરતા પુરસ્કારોની જાહેરાત, નીરજ ચોપડાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ
Neeraj Chopra News: ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હવે તેને મોટું સન્માન આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચનાર નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. ગણતંત્ર દિવસ પહેલા કેન્દ્ર સરકારે 384 લોકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
મંગળવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી વીરતા પુરસ્કારોના નામને મંજૂરી આપવામાં આવી છે. આ લિસ્ટમાં કુલ 384 લોકોના નામની જાહેરાત થઈ છે. સરકાર તરફથી જાહેર લિસ્ટમાં ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાનું નામ પણ સામેલ છે.
President Ram Nath Kovind has approved awards of 384 Gallantry for armed forces personnel & others on the eve of 73rd Republic Day celebrations. These include 12 Shaurya Chakras, 3 Bar to Sena Medals (Gallantry), 81 Sena Medals (Gallantry) & 2 Vayu Sena Medals (Gallantry)
— ANI (@ANI) January 25, 2022
Tokyo Olympics Gold medalist Subedar Neeraj Chopra of 4 Rajputana Rifles awarded the Param Vishisht Seva Medal on Republic Day
(File photo) pic.twitter.com/LqS3g1yfLz
— ANI (@ANI) January 25, 2022
સરકારની જાહેરાત પ્રમાણે તેમાં 12 શૌર્ય ચક્ર અને 29 પરમ સેવા વિશિષ્ટ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલ, 122 વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને 53 અતિ વિશિષ્ટ સેવા મેડલ સામેલ છે. કુલ 384 લોકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અત્યાર સુધી નીરજને અનેક સન્માન મળ્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ છે. તેણે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં 87.58 મીટર દૂર ભાલુ ફેંકીને મેડલ જીત્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તેમને 'મેજર ધ્યાનચંદ ખેલ રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં 384 સંરક્ષણ કર્મચારીઓને વીરતા અને અન્ય પુરસ્કારોથી સન્માનિત કરશે. આ પુરસ્કારોમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે