કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોનાની સ્થિતિ પર યોજી સમીક્ષા બેઠક, રાજ્યોને આપ્યા ખાસ નિર્દેશ
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે બેઠકમાં સામેલ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ સામેલ હતા.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ 9 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે COVID-19 અને રસીકરણ પ્રગતિ માટે જાહેર સ્વાસ્થ્ય તૈયારીની સમીક્ષા કરી છે. આ દરમિયાન તેમણે ઈ-સંજીવની જેવા ટેલી-કન્સલ્ટેશન માધ્યમો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે. સાથે તેમણે આઈસોલેશનમાં રહેનાર લોકોના સર્વેલાન્સનો પણ આગ્રહ કર્યો છે.
ટેલી-કન્સલ્ટેશન હબ સ્થાપિત કરવા પર ભાર
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે બેઠકમાં સામેલ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ સામેલ હતા. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ગોવા અને દાદરા-નગર હવેલી અને દમણ દિવના સ્વાસ્થ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યોને સ્વાસ્થ્યના માળખાને મજબૂત કરવાની સમીક્ષા કરવા, દરેક જિલ્લામાં ટેલી કન્સલ્ટેશન હબ સ્થાપિત કરવા અને ઉપલબ્ધ સેવાઓ વિશે જાગરૂકતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી હતી.
Union Health Minister Dr Mansukh Mandaviya reviews public health preparedness to COVID-19 & vaccination progress with 9 States/UTs; urges them to focus on tele-consultation like eSanjeevani, and efficient monitoring of those in home isolation pic.twitter.com/AxwMic6FSy
— ANI (@ANI) January 25, 2022
લાખો સંક્રમણના કેસ
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણના દરરોજ લાખો કેસ સામે આવી રહ્યાં છો. કોવિડ-19 સંક્રમણ પર કાબુ મેળવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારી સૂત્રો પ્રમાણે 15 ફેબ્રુઆરી બાદથી દેશમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો નોંધાય શકે છે. સૂત્રોએ કહ્યું કે રસીકરણને કારણે મહામારીની ત્રીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે.
નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,55,874 કેસ નોંધાયા છે. જે ગઈ કાલે નોંધાયા હતા તેના કરતા 50,190 ઓછા છે. હાલ દેશમાં 22,36,842 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,67,753 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 15.52% થયો છે.
આટલા ટેસ્ટ થયા
કોરોના વાયરસના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 16 લાખ 49 હજાર 108 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 71 કરોડ 88 લાખ કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણ પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 162 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે