VIDEO: હોસ્પિટલમાં 11 માસની નાનકડી બાળકી અને ઢીંગલીને એક સાથે બંને પગે લાગ્યું પ્લાસ્ટર
દિલ્હીના લોકનાયક હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં દાખલ થયેલી એક નાનકડી ટબુડીની ઢીંગલી સાથેની તસવીર હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ છે. 11 મહિનાની આ માસૂમ બાળકીના બંને પગ હવામાં લટકેલા છે. તસવીરમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બાળકીના બંને પગમાં પ્લાસ્ટર લાગેલુ છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના લોકનાયક હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં દાખલ થયેલી એક નાનકડી ટબુડીની ઢીંગલી સાથેની તસવીર હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ છે. 11 મહિનાની આ માસૂમ બાળકીના બંને પગ હવામાં લટકેલા છે. તસવીરમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બાળકીના બંને પગમાં પ્લાસ્ટર લાગેલુ છે. બાળકીની બાજુમાં એક ઢીંગલી પણ કઈંક એવા જ અંદાજમાં સૂતેલી છે. ઢીંગલીના પણ બંને પગમાં પ્લાસ્ટર લાગેલુ છે. સ્પષ્ટ છે કે ઢીંગલીના પગમાં પ્લાસ્ટર જોઈને થોડું અટપટું લાગી શકે છે. પરંતુ આખી વાત જાણ્યા પછી કદાચ તમને પણ આ સ્થિતિ થોડી અટપટી લાગે. હકીકતમાં આ 11મહિનાની બાળકીનું નામ ઝિક્રા મલિક છે. ઝિક્રા રમતા રમતા બેડ પરથી પડી ગઈ અને તેને પગમાં ખુબ ગંભીર ઈજા થઈ. ડોક્ટરોએ પ્લાસ્ટર કરવાનું નક્કી કર્યું. પરંતુ બાળકી એટલી ગભરાયેલી હતી કે ડોક્ટરો માટે તેની સારવાર કરવી મુશ્કેલ બની ગઈ હતી.
ઝિક્રાની માતાએ ત્યારે એક આઈડિયા ડોક્ટરને જણાવ્યો. તેમણે કહ્યું કે ઝિક્રાને ઢીંગલી બહુ ગમે છે. તે આખો દિવસ તેની ઢીંગલી સાથે રમે છે. ડોક્ટરોએ યુક્તિ શોધી કાઢી અને માસૂમને પ્લાસ્ટર ચઢાવતા પહેલા તેની સામે ઢીંગલીને પ્લાસ્ટર ચઢાવ્યું. ત્યારબાદ તો બધુ સરળતાથી થયું. બાળકીએ પણ ઢીંગલીનું જોઈને પોતાના પગમાં સરળતાથી પ્લાસ્ટર ચઢાવવા દીધુ.
જુઓ VIDEO
હોસ્પિટલના ઓર્થોપેડિક બ્લોકના 16 નંબરના બેડ પર બાળકી અને ઢીંગલી પગમાં પ્લાસ્ટર લગાવીને જોવા મળી રહ્યાં છે. તસવીર વાઈરલ થયા બાદ ઝિક્રા સમગ્ર હોસ્પિટલમાં મશહૂર થઈ ગઈ. ડોક્ટરો કહે છે કે તેને હોસ્પિટલમાં મોટાભાગના લોકો ગુડિયાવાળી બાળકીના નામથી ઓળખે છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ તે આગામી અઠવાડિયા સુધી ઠીક થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે