ભારત સાથે વાતચીત કરવા કરગર્યું પાકિસ્તાન, કુરેશીએ કહ્યું-'યુદ્ધ કોઈ વિકલ્પ નથી'

કાશ્મીર મુદ્દે કૂટનીતિક હાર બાદ હવે પાકિસ્તાન દ્વિપક્ષીય મંત્રણાનો રાગ આલાપવા લાગ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત સામે વાતચીતની રજુઆત કરી છે અને કહ્યું કે અમે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે ભારત સાથે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. અત્રે જણાવવાનું કે ગઈ કાલે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભાર સાથે કોઈ વાતચીત ન કરવાની અને યુદ્ધની ધમકી આપી હતી. એટલે કે ઈમરાન ખાન અને તેમના વિદેશ મંત્રી વચ્ચે પણ આ મુદ્દે એકમત નથી. 
ભારત સાથે વાતચીત કરવા કરગર્યું પાકિસ્તાન, કુરેશીએ કહ્યું-'યુદ્ધ કોઈ વિકલ્પ નથી'

નવી દિલ્હી: કાશ્મીર મુદ્દે કૂટનીતિક હાર બાદ હવે પાકિસ્તાન દ્વિપક્ષીય મંત્રણાનો રાગ આલાપવા લાગ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત સામે વાતચીતની રજુઆત કરી છે અને કહ્યું કે અમે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે ભારત સાથે યુદ્ધ કોઈ વિકલ્પ નથી. અત્રે જણાવવાનું કે ગઈ કાલે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભાર સાથે કોઈ વાતચીત ન કરવાની અને યુદ્ધની ધમકી આપી હતી. એટલે કે ઈમરાન ખાન અને તેમના વિદેશ મંત્રી વચ્ચે પણ આ મુદ્દે એકમત નથી. 

હકીકતમાં શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે 'પાકિસ્તાને ક્યારેય ભારત સાથે વાતચીતની ના પાડી નથી. અમે ભારત સાથે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છીએ. ભારત સાથે યુદ્ધ એ કોઈ વિકલ્પ નથી. '

ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી હતી. ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મામલે કહ્યું છે કે મોદી સરકાર જો પીઓકે પર કઈ પણ કરશે તો પાકિસ્તાન પણ તૈયાર રહેશે. તેમણે કહ્યું કે બે પરમાણુ શક્તિઓ (ભારત અને પાકિસ્તાન) વચ્ચે યુદ્ધ થશે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડશે. 

જુઓ LIVE TV

મરાન ખાને કહ્યું હતું કે કાશ્મીર પર હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કાશ્મીર પર ભારત સાથે વાત કરી તો આતંકવાદનો આરોપ લગાવી દીધો. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને ભારતે મોટી ભૂલ કરી છે. તેમણે કહ્યું કે ભારત અમારા પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવી તક શોધતું રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news