BJPમાં જોડાવા માટે દિલ્હી પહોંચ્યા TMCના 3 ધારાસભ્ય અને 20 કોર્પોરેટર

પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટમાંથી ભારતીય જનતા પાર્ટીએ 18 સીટ પર લોકસભા ચૂંટણી 2019માં વિજય મેળવ્યો છે, જ્યારે સત્તામાં રહેલી ટીએમસીને માત્ર 22 સીટ મળી છે 
 

BJPમાં જોડાવા માટે દિલ્હી પહોંચ્યા TMCના 3 ધારાસભ્ય અને 20 કોર્પોરેટર

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપનો જે રીતે વિજય થયો છે ત્યાર પછી તૃણમુલ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવા માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે જ ટીએમસીના 3 ધારાસભ્યો અને 20થી વધુ કોર્પોરેટર ભાજપમાં કાયદેસર રીતે જોડાવા માટે દિલ્હી પહોંચ્યા છે. 

પશ્ચિમ બંગાળના ગરીફા વોર્ડ નંબર-6ના ટીએમસીના કોર્પોરેટરે દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમે 20 કોર્પોરેટર દિલ્હીમાં પહોંચ્યા છીએ. અમે મમતા દીદીથી નારાજ નથી, પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર વિજયે અમને પાર્ટીમાં જોડાવા માટે પ્રેરિત કર્યા છે. લોકો ભાજપને એટલા માટે પસંદ કરે છે, કેમ કે તેમના કામ થઈરહ્યા છે."

મમતા બેનરજીની પાર્ટીના ધારાસભ્ય શુભાંશુ રોય ઉપરાંત શીલભદ્ર દત્તા અને સુનીલ સિંહ પણ ભાજપમાં જોડાવા માટે દિલ્હી આવ્યા છે. શુભાંશુ મુકુલ રોયનો પુત્ર છે. તેની સાથે 29 કોર્પોરેટર પણ ભાજપમાં જોવા માટે આવેલા છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં ટીએમસી માટે આ મોટો ઝટકો છે. 

— ANI (@ANI) May 28, 2019

બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની તેની વિચારધારા માટે હત્યાઃ મોદીનો આરોપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીમાં કાર્યકર્તાઓ સાથેના સંબોધનમાં આરોપ લગાવ્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની માત્ર તેમની રાજકીય વિચારધારા માટે હત્યા કરવામાં આવી રહી છે. જોકે ટીએમસી દ્વારા આ આરોપોને નિરાધાર જણાવાયા છે. ટીએમસીએ દાવો કર્યો કે, તેનાથી વિરુદ્ધ તેના કાર્યકર્તાઓને રાજકીય હિંસાનો ભોગ બનાવાઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તર 24 પરગનાના ભાટપારામાં ભાજપના કાર્યકર્તા ચંદન શોની ગોળી મારીને હત્યા કરાયા પછી મોદી અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે નવેસરથી વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news