VIDEO: TMC માંથી BJP જોડાયા બાદ મંચ પર જ 'ઉઠક-બેઠક' કરવા લાગ્યા નેતા, કારણ પણ જણાવ્યું...
તેમણે કહ્યું કે 'હું ભાજપમાં સામેલ થયો છું, કારણ કે મેં ડર અનુભવી રહ્યો હતો. હું વિરોધ કરવા માંગતો હતો, પરંતુ મારો અવાજ દબાવી દેવામાં આવતો હતો. સુશાંત પાલ (Susanta Pal) પાસેથી ચાર વર્ષ પહેલાં તમામ જવાબદારીઓ લઇ લેવામાં આવી હતી.
Trending Photos
Susanta Pal Video: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના એક પૂર્વ નેતા ગુરૂવારે પૂર્વી મિદનાપુર જિલ્લાના BJP માં સામેલ થયા બાદ મંચ પર જ ઉઠક બેઠક કરવા લાગ્યા. તેને તેમણે સત્તારૂઢ પક્ષમાં પોતાના કાર્યકાળ દરમિયાન 'પાછલા પાપોનો પ્રશ્વાતાપ' કરવાનો પ્રયાસ ગણાવ્યો. તૃણમૂણ કોંગ્રેસ (TMC) છોડનાર નેતા શુભેંદુ અધિકારી (Suvendu Adhikari) ના સમર્થક સુશાંત પાલ (Susanta Pal) પિંગલા વિસ્તારમાં એક રેલી દરમિયાન ભજપનો ઝંડો પ્રાપ્ત કર્યા બાદ વચમાં જ ભાષણ છોડીને ઉઠક-બેઠક કરવા લાગ્યા. પાલે લોકોને સંબોધિત કરતાં કહ્યું કે 'ટીએમસી (TMC) ના સભ્ય હોવાથી તેમના પર પાપ ચઢ્યું છે તેને ઉઠક બેઠક કરી તે મુક્ત થવા માંગે છે.
પાર્ટીના ખડગપુર બ્લોક નંબર 2 ના પૂર્વ ઉપાધ્યક્ષએ કહ્યું કે 'આ ટીએમસીમાં રહેવા અને ટોચના નેતૃત્વના સનકી અને જનવિરોધી આદેશોનું પાલન કરવાનો પ્રાયશ્વિત છે. હવે મને તેનું દુખ છે. સુશાંત પાલ (Susanta Pal) એ આરોપ લગાવ્યો છે કે ટીએમસીએ 2018 માં સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી થવા ન દીધી અને સ્થાનિક સંસ્થાઓ પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો.
TMC leader Susanta Pal performed sit-ups on stage as he joined the BJP. He held his ears and did sit-ups asking for "forgiveness" for staying with @MamataOfficial's Trinamool Congress. #BengalMaangePoribortan pic.twitter.com/LieKYUq36F
— Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) March 4, 2021
તેમણે કહ્યું કે 'હું ભાજપમાં સામેલ થયો છું, કારણ કે મેં ડર અનુભવી રહ્યો હતો. હું વિરોધ કરવા માંગતો હતો, પરંતુ મારો અવાજ દબાવી દેવામાં આવતો હતો. સુશાંત પાલ (Susanta Pal) પાસેથી ચાર વર્ષ પહેલાં તમામ જવાબદારીઓ લઇ લેવામાં આવી હતી. તે હવે ભાજપના ઇશારે ડ્રામેબાજી કરી રહ્યા છે. આ પહેલાં ટીએમસીના ઘણા નેતા ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.
8 તબક્કામાં બંગાળમાં ચૂંટણી
પશ્વિમ બંગાળ (West Bengal) ની 294 વિધાનસભા સીટો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, એક એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણીના પરિણામ 2 મેના રોજ આવશે. પહેલાં અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 સીટો, ચોથા તબક્કામાં 44 સીટો, પાંચમા તબક્કામાં 45 સીટો, છઠ્ઠા તબક્કામાં 43 સીટો, સાતમા તબક્કામાં 36 સીટો અને આઠમા તબક્કામાં 35 સીટો પર મતદાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે