Assam election 2021: ભાજપ ગઠબંધનમાં સીટોનો ફોર્મૂલા તૈયાર, 92 સીટો પર લડશે ભાજપ
આ પહેલાં ભાજપે (BJP) 2016 માં 84 સીટો પર ચૂંટણી લડી હતી. અસમ બાદ બંગાળના બે ફેજ માટે 60 ઉમેદવારોના પર ચર્ચા થશે. ભાજપ શુક્રવારે મોટી રાત્રે અથવા પછી 7 માર્ચના રોજ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે.
Trending Photos
નવી દિલ્હી: અસમ (Assam) અને પશ્વિમ બંગાળ (West Bengal) માં સીટોની વહેંચણી અને ઉમેદવારોના નામ પર ચર્ચા માટે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી (BJP) કેંદ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે ભાજપ અસમમાં કુલ 92 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. ત્યારબાદ પશ્વિમ બંગાળ (West Bengal) ચૂંટણીને લઇને પણ ચર્ચા થઇ. ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ વિધાનસભા ચૂંટણી વિશે કેટલાક મહત્વપૂર્ણ લીધા છે.
બેઠકમાં પહેલાં અસમ કોર સાથે ચર્ચા થઇ. જેમાં પહેલાં બે ફેજના ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ. ભાજપના સૂત્રોના હવાલેથી સમાચાર પ્રાપ્ત થયા છે કે અસમ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી 92 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. તો બીજી તરફ ભાજપની સહયોગી પાટી અસમ ગણ પરિષદ (AGP) 26 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે, જ્યારે યૂનાઇટેડ પીપુલ્સ પાર્ટી (UPP) 8 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે.
દિલ્હી (Delhi) સ્થિત ભાજપ હેડકવાર્ટરમાં આયોજિત કેંદ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી, ડોક્ટર જિતેંદ્ર સિંહ, બીએલ સંતોષ, રાજનાથ સિંહ, કૈલાશ વિજયવર્ગીય, થાવરચંદ ગેહલોત, શાહનવાઝ હુસૈન, અસમના સીએમ સર્વાનંદ સોનોવાલ સામેલ થયા હતા.
આ પહેલાં ભાજપે (BJP) 2016 માં 84 સીટો પર ચૂંટણી લડી હતી. અસમ બાદ બંગાળના બે ફેજ માટે 60 ઉમેદવારોના પર ચર્ચા થશે. ભાજપ શુક્રવારે મોટી રાત્રે અથવા પછી 7 માર્ચના રોજ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યો પશ્વિમ બંગાળ, તમિલનાડુ, કેરલ, અસમ અને પુડુચેરીમાં આગામી થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ચૂંટણી કમિશને તેના માટે કાર્યક્રમની જાહેરાત કરી ચૂકી છે. તેને જોતાં કેંદ્રીય ચૂંટણી સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી છે. આ બેઠકમાં પશ્વિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે