કોરોના વાયરસ: ICMRએ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પર 2 દિવસ માટે લગાવ્યો પ્રતિબંધ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 હજારને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 18601 કોવિડ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 47 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1336 નવા દર્દીઓ સામે આવ્યા છે. રાહતની વાત તો એ છે કે, છેલ્લા 24 કલાકમાં 705 કોરોના દર્દી સ્વસ્થય થયા છે. જે એક દિવસમાં સૌથી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.

કોરોના વાયરસ: ICMRએ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પર 2 દિવસ માટે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 હજારને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 18601 કોવિડ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 47 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 1336 નવા દર્દીઓ સામે આવ્યા છે. રાહતની વાત તો એ છે કે, છેલ્લા 24 કલાકમાં 705 કોરોના દર્દી સ્વસ્થય થયા છે. જે એક દિવસમાં સૌથી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.

અગ્રવાલે કહ્યું કે, "દેશમાં 14759 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશના 61 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં કોઈ કેસ નોંધાયો નથી. રાજસ્થાનના પ્રતાપગઢમાં છેલ્લા 28 દિવસથી કોઈ નવો કેસ નથી. કોરોના પોઝિટિવ મળવા પર હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. "

કોરોના યોદ્ધાઓ માટે એક માસ્ટર ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે. કોરોનાથી સંબંધિત માહિતી માટે બે વેબસાઇટ્સ બનાવવામાં આવી હતી. આ વેબસાઇટ્સ પર કોરોના સાથે સંકળાયેલી હોસ્પિટલો વિશેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. 15 રાજ્યોમાં 15 હજાર આયુષ વ્યાવસાયિકો મોકલવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે વિસ્તારો હોટસ્પોટ ક્ષેત્રમાં નથી તેમને ખેતીમાં કામ કરવાની છૂટ છે. રાજ્યોમાં, કેન્દ્ર દ્વારા લોકડાઉનનું પાલન કરવાની દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈંટ-ભઠ્ઠાનું કામ શરૂ થઈ ગયું છે. કૃષિ અને મનરેગા પ્રવૃત્તિઓ દ્વારા કામદારોને કામ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news