અદાણીએ જસ્ટમાયરૂટસ સાથે મિલાવ્યો હાથ, આ શહેરમાં શરૂ કરવામાં આવશે ડિલીવરી
Trending Photos
નવી દિલ્હી: એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની અદાણી વિલ્મરે તેના ફોરચ્યુન ખાદ્યતેલો અને ફૂડ પ્રોડકટસની સમગ્ર રેન્જને ગ્રાહકો સુધી પહોંચાડવા આંતરરાજ્ય પરિવહન ક્ષેત્રે બગડી શકે તેવી ચીજોની ઝડપથી ડિલિવરી કરવામાં પાયોનિયર જસ્ટમાયરૂટસ સાથે જોડાણ કર્યુ છે. હાલમાં ચાલી રહેલા લૉકડાઉનને ધ્યાનમાં રાખીને અદાણી વિલ્મરે ફૂડ પ્રોડકટસ એકત્ર કરીને એગ્રીગ્રેટર સ્વિગી સાથે જોડાણ કર્યાના પછી હવે જસ્ટમાયરૂટસ સાથે જોડાણ કરવામાં આવ્યુ છે.
અદાણી વિલ્મરના ડેપ્યુટી સીઈઓ અંગ્શુ મલ્લિકે જણાવ્યું હતું કે “લૉકડાઉન હવે તા. 3 મે સુધી લંબાવવામાં આવ્યો છે. લૉકડાઉનને કારણે લોજીસ્ટીક્સની કડીઓ ખોરવાઈ ગઈ છે. જસ્ટમાયરૂટસ સાથેના આ જોડાણથી ગ્રાહકો ઘરની બહાર નીકળ્યા વગર અને પોતાને કોરોના વાયરસના જોખમમાં મુક્યા વગર અમારી પ્રોડકટસની સમગ્ર રેન્જ ખાત્રીપૂર્વક પ્રાપ્ત કરી શકશે.
આ ગતિવિધી અંગે વાત કરતાં જસ્ટમાયરૂટસનાં સીઈઓ અને સહસ્થાપક “સમીરન સેનગુપ્તા જણાવે છે કે જસ્ટમાયરૂટસ છેલ્લાં થોડાંક વર્ષથી પોતાના વતનમાંથી લોકોને અધિકૃત ભોજન વાનગીઓ 19 શહેરોમાં પહોંચાડતી રહીને લોકો સાથે જોડાયેલી છે. અદાણી વિલ્મર પણ ગુણવત્તા અને શ્રેષ્ઠતા પૂરી પાડવા માટે કટિબધ્ધ છે અને મને વિશ્વાસ છે કે અમારી વચ્ચેનુ આ જોડાણ તમામને માટે લાભદાયી પરિસ્થિતિ બની રહેશે.
અદાણી વિલ્મરના જણાવ્યા પ્રમાણે જસ્ટમાયરૂટસ ફોર્ચ્યુનની પ્રોડકટસ વિવિધ શહેરોમાં પહોંચાડવાનુ શરૂ કરી દેશે. અમદાવાદ, કોલકતા, ગુરગાંવ અને મુંબઈમાં આ સપ્તાહે જ ડિલીવરી શરૂ કરી દેવાશે, અને અન્ય મહત્વનાં શહેરોમાં ટૂંક સમયમાં ડિલિવરી વિસ્તારવામાં આવશે. સ્ટોકની ઉપલબ્ધી તથા વહિવટી તંત્ર પાસેથી જરૂરી મંજૂરી મળવાના આધારે 24 કલાકમાં ડિલીવરી કરી દેવામાં આવશે.
મલ્લિક એ વધુમાં જણાવ્યું હતું કે “અમને વિશ્વાસ છે કે જસ્ટમાયરૂટસ મારફતે ઓર્ડર આપવાની સુગમતા અને અમારી પ્રોડકટસની શ્રેષ્ઠ ગુણવત્તાને કારણે ગ્રાહકોમાં આ સર્વિસને ખૂબ સારો આવકાર મળશે એવી અમને ખાત્રી છે.” અદાણી વિલ્મર ખાસ કોમ્બો પેક રજૂ કરી રહી છે. જસ્ટમાય રૂટસ મારફતે ડિલીવરી માટે મોકલાતા દરેકમાં પેકમાં ચારથી પાંચ ચીજોનો સમાવેશ કરવામાં આવશે. આ કોમ્બો પેક પ્રાદેશિક પસંદગીના આધારે તૈયાર કરવામાં આવશે તથા ગ્રાહકોના પ્રતિભાવને આધારે એમાં ઉમેરો કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે