રોડ અકસ્માતમાં ઘાયલ થયેલાની થશે કેશલેસ ટ્રિટમેન્ટ, દોઢ લાખ રૂપિયા સુધીની લિમિટ, નીતિન ગડકરીનો પ્લાન
રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે તેવી સરકાર વ્યવસ્થા કરી રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે આ યોજના હવે દેશભરમાં લાગૂ થશે. જાણો વધુ વિગતો.
Trending Photos
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર માર્ચ મહિના સુધી રોડ દુર્ઘટનાના પીડિતો માટે 'કેશલેસ ટ્રિટમેન્ટ' યોજના લાવવાની તૈયારી રહી છે. આ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. આ યોજના દેશભરમાં લાગૂ થશે અને રસ્તા પર કોઈ પણ પ્રકારની દુર્ઘટના માટે માન્ય રહેશે.
કેવી રીતે કામ કરશે
આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA), પોલીસ, હોસ્પિટલ અને રાજ્ય સ્વાસ્થ્ય એજન્સીઓના સહયોગથી લાગૂ થશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ઈ-વિસ્તૃત દુર્ઘટના રિપોર્ટ (ઈડીએઆર) એપ્લિકેશનને એનએચએની લેવડદેવડ પ્રબંધન પ્રણાલી સાથે જોડવામાં આવશે. આ આઈટી પ્લેટફોર્મ દ્વારા સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે.
પાયલોટ પ્રોજેક્ટથી મળી સફળતા
ગડકરીએ જણાવ્યું કે આ યોજનાની શરૂઆત માર્ચ 2024માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચંડીગઢથી થઈ હતી. ત્યારબાદ તેને છ અન્ય રાજ્યોમાં પણ લાગૂ કરાઈ. પાયલોટ પ્રોજેક્ટનો હેતુ રોડ દુર્ઘટનાઓના પીડિતોને સમયસર તબીબી સારવાર આપવાનો હતો જેનાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા.
ડ્રાઈવરોના થાકથી રોડ દુર્ઘટનાઓ
ગડકરીએ રોડ દુર્ઘટનાઓની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ડ્રાઈવરોનો થાક પણ એક મોટું કારણ છે. સરકાર કોમર્શિયલ ચાલકો માટે કામના કલાકો નક્કી કરવા માટે શ્રમ કાયદાઓનો અભ્યાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે દેશમાં લગભગ 22 લાખ ચાલકોની કમી છે. જેને દૂર કરવા માટે વિશેષ તાલિમ સંસ્થાન બનાવવામાં આવશે.
વાહન ભંગાર નીતિ અને પ્રદૂષણ નિયંત્રણ
કાર્યશાળા દરમિયાન ગડકરીએ જણાવ્યું કે સરકાર વાહન ભંગાર નીતિને ઝડપથી લાગૂ કરવા પર કામ કરી રહી છે. આ સાથે જ સમગ્ર દેશમાં પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર(પીયુસી) 2.0 લાગૂ કરવામાં આવશે. બીએસ-7 માપદંડોને લાગૂ કરવાની સમયમર્યાદા અને પ્રદૂષણમાં ઘટાડો લાવવા ઉપર પણ ચર્ચા થઈ.
ડ્રાઈવર તાલિમ અને ઈ રિક્ષા સુરક્ષા
દેશભરમાં ડ્રાઈવર તાલિમ સંસ્થાનોની સ્થાપના માટે નવી યોજનાઓ લાવવામાં આવી રહી છે. જે હેઠળ ડ્રાઈવર ટ્રેનિંગ સેન્ટર ખોલવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત ઈ રિક્ષાની સુરક્ષા સારી કરવા માટે વિશેષ નિયમ અને દિશાનિર્દેશ બનાવવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે