આ તૈયારીઓથી ચેતી જજો! સિવિલ હોસ્પિટલમાં 20 હજાર લિટરની ઓક્સિજનની બે ટેન્ક તૈયાર
ચીનમાંથી ઉદભવેલા એક નવા વાયરલથી સમગ્ર દુનિયામાં ફરી હાહાકાર મચ્યો છે. HMPV નામના આ વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાના આગમન પહેલા જે રીતે તંત્રએ તૈયારીઓ કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: દેશ અને દુનિયા સામે ફરી એકવાર વાયરસનું સંકટ આવ્યું છે. આ વાયરસના આગમનથી જ વિશ્વના લોકોને કોરોનાની યાદ આવી ગઈ છે. કોરોનાની માફક જ આ વાયરસનો ઉદભવ પણ ચીનમાંથી જ થયો હોવાનું સામે આવ્યું છે. કોરોના જેવા કપરા કાળનું નિર્માણ ન થાય તે માટે મહાનગરોમાં આરોગ્ય વિભાગે ખાસ તૈયારીઓ કરી છે...અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને જામનગર સિવિલમાં ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યારે 20,000 લિટરના ઓક્સિજનની બે ટેન્ક તૈયાર
સિવિલ હોસ્પિટલમાં અત્યારે 20,000 લિટરના ઓક્સિજનની બે ટેન્ક છે. જેમાંથી એક 1200 બેડમાં છે જ્યારે એક જૂની સિવિલ હોસ્પિટલમાં છે. એટલે ઓક્સિજન માટે પણ સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની પણ પૂરતી ટીમ છે. પિડિયાટ્રિક ડોક્ટરની ટીમ તથા મેડિસિનના ડોક્ટરની અલગ અલગ યુનિટ હાજર છે.
સિવિલ હોસ્પિટલમાં મંગળવારે 32 બાળ દર્દીને વાયરલ ઇન્ફેક્શનના કેસ
મંગળવારે 32 બાળ દર્દીને વાયરલ ઇન્ફેક્શનના કેસ આવ્યા હતા છે. આ ઉપરાંત સિવિલમાં ઓક્સિજનની 20 હજાર લિટરની બે ટેન્ક છે. વાયરસને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માટેની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. અત્યારે જે આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે તેમાં તમામ ભેડ સાથે વેન્ટિલેટર અને ઓક્સિજન રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 1200 બેડમાં પણ તમામ ભેડ સાથે ઓક્સિજન રાખવામાં આવ્યા છે.
1200 બેડમાં તમામ ભેડ ઓક્સિજન સાથેના...
HMP વાયરસની અમદાવાદમાં એન્ટ્રી થતાં જ સિવિલ હોસ્પિટલમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જી હા...સિવિલ હોસ્પિટલમાં D9 અને 1200 બેડ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 100 અને 5 એમ 15 બેડ રાખવામાં આવ્યા છે. તમામ બેડમાં વેન્ટિલેટર અને ઓક્સિજન છે. આ ઉપરાંત 1200 બેડમાં તમામ ભેડ ઓક્સિજન સાથેના છે. સિવિલ હોસ્પિટલમાં 25 જેટલી ટેસ્ટિંગ કીટ રાખવામાં આવી છે. જેમાં વધુ કીટ ખરીદવામાં આવશે. આ ઉપરાંત દવા અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં છે. ડોક્ટરની પણ ટીમ સ્ટેન્ડબાય છે. અત્યારે રોજ 250થી 300 બાળ દર્દીઓ OPDમાં સારવાર માટે આવે છે.
આ વાયરસની ચોક્કસ દવા કે વેક્સિન નથી, લક્ષણોની જેમ જ દવા
દવાઓનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે. દર્દીઓને જે પ્રમાણેના લક્ષણ જણાય તે પ્રમાણેની દવા આપવામાં આવશે. જેમ કે શરદી, ખાંસી તાવ સહિતના રોગોમાં પણ દર્દીને તે પ્રમાણેની દવા આપવામાં આવશે. આ વાયરસ માટેની ચોક્કસ દવા કે વેક્સિન મળી નથી તેથી લક્ષણોની જેમ જ દવા આપવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે