પોતાને જીવતો સાબિત કરવા 3 વર્ષથી ભટકી રહ્યો છે આ શખ્સ, સરકાર કાગળ પર છે ‘સ્વર્ગવાસી’

સમસ્યાઓને લઇને સરકારી કચેરીની બહાર ભટકતો કોઇ વ્યક્તિ મળવો તે સામાન્ય વાત છે. પરંતુ કોઇ એવો શખ્સ તમે જોયો, જે સરકારી કચેરીની બહાર પોતાને જીવતો સાબિત કરવા માટે દરરોજ ધક્કા ખાતો હોય.

પોતાને જીવતો સાબિત કરવા 3 વર્ષથી ભટકી રહ્યો છે આ શખ્સ, સરકાર કાગળ પર છે ‘સ્વર્ગવાસી’

ચંદ્રશેખર સોલંકી/રતલામ: સમસ્યાઓને લઇને સરકારી કચેરીની બહાર ભટકતો કોઇ વ્યક્તિ મળવો તે સામાન્ય વાત છે. પરંતુ કોઇ એવો શખ્સ તમે જોયો, જે સરકારી કચેરીની બહાર પોતાને જીવતો સાબિત કરવા માટે દરરોજ ધક્કા ખાતો હોય. એટલું જ નહીં પોતાને જીવતો સાબિત કરવા માટે સીએમને ટ્વિટ પણ કર્યું છે. આવો જ એક વ્યક્તિ મધ્યપ્રદેશના રતલામમાં પોતાને જીવતો સાબિત કરવા માટે ત્રણ વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યો છે. આ મામલો રતલામના નેમીનગરનો છે. જ્યાં એક યુવકની સમગ્ર સામાજિક સુરક્ષા મિશન આઇડી (SSSM) (ટ્રિપલ એસએમ આઇડી)માં ભૂલથી ખોટૂ અપડેટ થઇ ગયું હતું. ત્યારથી આ યુવક પોર્ટલ પર ‘સ્વર્ગવાસી’ બનીને ફરી રહ્યો છે અને ત્રણ વર્ષથી નગર નિગમના ધક્કા ખાઇ રહ્યો છે.

હકિકતમાં નેમીનગરના રહેવાસી કૃષ્ણકુમાર સોની તેમના ટ્રિપલ એસએમ આઇડી અપડેટ કરાવવા ત્રણ વર્ષ પહેલા નગર નિગમ પહોંચ્યા હતા. પરંતુ તેમણે ક્યાં ખબર હતી કે, સરકારી દસ્તાવેજોમાં તેમની મૃત્યની તારીખ 24-12-2015 નોંધાઇ ગઇ છે અને તેઓ ટ્રિપલ આઇડી પોર્ટલ પર સ્વર્ગવાસી થઇ ગયા છે. નગર નિગમના સમગ્ર પોર્ટલવાળાએ તેમનું આઇડીને અપડેટ તો કર્યું નથી, પંરતુ તેમનુ નામ હટાવી નામની આગળ અંગ્રેજીમાં LATE એટલે કે સ્વર્ગવાસી જરૂર લખી દીધુ છે. ત્યારથી તેઓ અત્યાર સુધી સ્વર્ગવાસી બનીને ફરી રહ્યાં છે અને ત્રણ વર્ષથી નગર નિગમના ધક્કા ખાઇ રહ્યાં છે કે, કોઇ તેમને દસ્તાવેજોમાં જીવતા કરી દે.

તેઓ આ મામલે ફરિયાદ અધિકારીઓથી લઇને સીએમ કમલનાથને ટ્વિટ પણ કરી ચુક્યા છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઇ નિર્ણય આવ્યો નથી અને ફરી આવી ગડબડ ના થાય કેમ તેની શું ખાતરી છે. કેમકે અંધેરી નગરી ચોપટ રાજાના આધારે કામ કરી રહેલી નગર નિગમે ટ્રિપલ એસએમ આઇડીના કાર્યનો ચાર્જ પણ એક એવા કર્મચારીને આપ્યો છે, જે ખુદ કહી રહ્યાં છે કે, તેમને આ કાર્ય વિશે કોઇ પ્રકારની માહિતી નથી અને તેમને કોમ્પ્યુટરનું પણ નોલેજ નથી.

આ મામલે નગર નિગમના સમગ્ર આઇડીનો ચાર્જ જગદીશ પંચાલનું કહેવું છે કે ભૂલ ભોપાલ સમગ્ર પોર્ટલવાળાની છે અને એનઆઇસી મેનેજર ભોપાલથી જ પીડિતનું નામ જોડાશે. નામ જોડવાનું તેમના હાથમાં નથી. નગર નિગમના અધિકારી પીડિતના એનઆઇસી ભોપાલના નામના એક દસ્તાવેજ પકડી ઓફિસ-ઓફિસ રમી રહ્યાં છે અને જીવતા કૃષ્ણ કુમાર સોની તેમના હાથમાં સ્વર્ગવાસી હોવાના દસ્તાવેજને ખોટું સાબીત કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news