VIDEO : રાહુલ ગાંધી પર આવી રહી છે ફિલ્મ, ચૂંટણી પહેલાં ટીઝરમાં કહ્યું કે - 'હા, હું હારી ગયો'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન પર કેન્દ્રિત 'માય નેમ ઇઝ રાગા' નામની એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે

VIDEO : રાહુલ ગાંધી પર આવી રહી છે ફિલ્મ, ચૂંટણી પહેલાં ટીઝરમાં કહ્યું કે - 'હા, હું હારી ગયો'

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવન પર કેન્દ્રિત 'માય નેમ ઇઝ રાગા' નામની એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મના ડિરેક્ટર રૂપેશ પાલે એક નિવેદનમાં કહ્યું છે કે આ ફિલ્મનો હેતુ રાહુલની મહિમા ગાવાનો નથી. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જેના પર હાસ્યાસ્પદ હુમલા કર્યા અને આમ છતાં તેણે જબરદસ્ત કમબેક કર્યું. 

હાલમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ  છે. ટીઝરમાં જ્યારે મીડિયા રાહુલ ગાંધીને સવાલ કરે છે કે શું તમને નથી લાગતું કે તમે અસફળ સાબિત થયા છો? રાહુલ આ સવાલનો જવાબ હામાં આપે છે. આ પછી મીડિયા સવાલ કરે છે કે તમને નથી લાગતું કે તમે ફરીવાર ફેલ થશો? રાહુલ આનો જવાબ પણ હામાં આપે છે. ચર્ચા પ્રમાણે આ ફિલ્મ ચૂંટણી વચ્ચે એપ્રિલમાં રિલીઝ થઈ શકે છે. 

ન્યૂઝ એજન્સી આઇએએનએસ પ્રમાણે ફિલ્મ ડિરેક્ટર રૂપેશ પાલનું કહેવું છે કે જે વ્યક્તિએ નિડરતાથી હાર અને નિષ્ફળતાનો સામનો કર્યો છે તે આ વાર્તા સાથે પોતાની જાતને જોડી શકે છે. આમ, આ ફિલ્મ કોઈ બાયોપિક નથી. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જેણે મુસીબતથી ભરેલા જીવન પર જીત મેળવી અને પછી એને રોકવાનું મુશ્કેલ થઈ ગયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news