2024ની ચૂંટણીમાં આ મોટા નેતાઓનો કારમો પરાજય, રાજકીય ભવિષ્ય પર મૂકાયું પૂર્ણવિરામ

Lok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામોએ સૌથી વધારે ભાજપના અરમાનો પર પાણી ફેરવ્યું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી પોતાની દરેક રેલીઓ અને સભાઓમાં અબકી બાર 400 પારના જોરશોરથી નારા લગાવતું હતું. પરંતુ પરિણામોમાં 400 તો દૂરની વાત રહી.

 2024ની ચૂંટણીમાં આ મોટા નેતાઓનો કારમો પરાજય, રાજકીય ભવિષ્ય પર મૂકાયું પૂર્ણવિરામ

Lok Sabha Election Results: 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો અનેક રાજકીય નેતાઓ માટે મિશ્ર પરિણામ લઈને આવ્યા. આ વખતે 17 પૂર્વ મુખ્યમંત્રીઓ રાજકીય મેદાનમાં ઉતર્યા અને પોતાનું નસીબ અજમાવ્યું. જેમાં કયા પૂર્વ મુખ્યમંત્રીની જીત થઈ અને કયા પૂર્વ મુખ્યમંત્રીની હાર થઈ?

  • 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામોએ ચોંકાવ્યા
  • મોટા-મોટા નેતાઓનો થયો કારમો પરાજય
  • અનેક પૂર્વ મુખ્યમંત્રીઓના રાજકીય ભવિષ્ય પર મૂકાયું પૂર્ણવિરામ....

આ વખતની લોકસભાની ચૂંટણીએ તમામ રાજકીય પંડિતોને આશ્વર્યચકિત કરી દીધા છે... જે એક્ઝિટ પોલ એનડીએ સરકારની વાપસી દર્શાવી રહ્યું હતું તે પણ ભોંઠા પડ્યા છે. આ વખતે દેશના પૂર્વ 17 મુખ્યમંત્રીઓએ પણ રાજકીય મેદાનમાં ઉતરીને પોતાનું નસીબ અજમાવ્યું... પરંતુ દરેકને સફળતા મળી નહીં.. ત્યારે કયા પૂર્વ મુખ્યમંત્રીઓનું શું થયું તેના પર નજર કરીએ તો...

  • પંજાબના પૂર્વ મુ્ખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો જંગી વિજય થયો....
  • છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો પરાજય થયો...
  • અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીની હાર થઈ....
  • અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનો જંગી વિજય થયો....
  • હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો જંગી વિજય થયો...
  • જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનો પરાજય થયો...
  • જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીનો પરાજય થયો...
  • ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાનો પરાજય થયો.... 
  • કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારનો વિજય થયો.... 
  • કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બમ્મઈનો વિજય થયો....
  • કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનો વિજય થયો...
  • મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચિંહ ચૌહાણનો જંગી વિજય થયો...
  • મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેનો વિજય થયો...
  • ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવની જીત થઈ....
  • ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની જંગી જીત થઈ....
  • ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની જીત થઈ....

લોકસભાની ચૂંટણીના પરિણામોએ સૌથી વધારે ભાજપના અરમાનો પર પાણી ફેરવ્યું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી પોતાની દરેક રેલીઓ અને સભાઓમાં અબકી બાર 400 પારના જોરશોરથી નારા લગાવતું હતું. પરંતુ પરિણામોમાં 400 તો દૂરની વાત રહી. એનડીએ 300 બેઠક પણ પાર કરી શક્યું નહીં. આ વખતે કોઈ રાજકીય પાર્ટીની નહીં પરંતુ જનતાની આંધી ચાલી છે. જેમણે દર્શાવી દીધું કે લોકશાહીમાં જનતા જ સર્વસ્વ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news