'બનાસ'ની બેને પાટીલનું ગણિત ઉંધુ પાડી દીધું! ગુજરાતમાં ક્લીન સ્વિપનો સંકલ્પ અધૂરો રહ્યો

Lok Sabha Election Results 2024: બનાસકાંઠાની બેઠક પર ગેનીબહેન ઠાકોરે એકલા હાથે જીત મેળવી. ભાજપે તમામ 26 બેઠકો જીતવાની હેટ્રિક મારવાનું લક્ષ્યાંક નક્કી કર્યુ પરંતુ બનાસકાંઠાના મતદારોએ કંઈક અલગ નક્કી કર્યુ હતું. બેઠક જીત્યા બાદ ગેનીબહેને શું કહ્યું? ગેનીબેન ઠાકોરે કેવી રીતે ભાજપની સોનાની થાળીમાં ગોબો પાડી દીધો?

'બનાસ'ની બેને પાટીલનું ગણિત ઉંધુ પાડી દીધું! ગુજરાતમાં ક્લીન સ્વિપનો સંકલ્પ અધૂરો રહ્યો

Lok Sabha Election Results 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસનો 10 વર્ષનો વનવાસ દૂર થયો. કેમકે બનાસકાંઠાની બેઠક પર ગેનીબહેન ઠાકોરે એકલા હાથે જીત મેળવી. ભાજપે તમામ 26 બેઠકો જીતવાની હેટ્રિક મારવાનું લક્ષ્યાંક નક્કી કર્યુ પરંતુ બનાસકાંઠાના મતદારોએ કંઈક અલગ નક્કી કર્યુ હતું. બેઠક જીત્યા બાદ ગેનીબહેને શું કહ્યું? ગેનીબેન ઠાકોરે કેવી રીતે ભાજપની સોનાની થાળીમાં ગોબો પાડી દીધો?

એક એવું નામ જેણે ભલભલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ઝાંખા પાડી દીધા. કેમ કે પૈસે-ટકે સુખી-સંપન્ન અને મોટી સંખ્યામાં કાર્યકરો હોવા છતાં પણ કોંગ્રેસના કોઈ નેતા કે ધારાસભ્ય છેલ્લાં 10 વર્ષથી કોંગ્રેસને લોકસભાની ચૂંટણી જીતાડી શકતા નહોતા. પરંતુ સામાન્ય પરિવારમાંથી આવતાં ગેનીબેને લોકો પાસેથી ફંડ ઉઘરાવીને ચૂંટણી પણ લડી અને જીત પણ મેળવી. આ જીત ખરેખર ગેનીબેનની સાથે-સાથે કોંગ્રેસ માટે પણ મોટી સંજીવની છે.

ગેનીબેન ઠાકોર વાવ બેઠકના ધારાસભ્ય હોવાથી વિસ્તારમાં જાણીતું નામ હતા. પરંતુ લોકસભાની ચૂંટણી લ઼ડવી મોટો પડકાર હતો. કેમ કે છેલ્લાં 10 વર્ષથી બનાસકાંઠામાંથી કોંગ્રેસના કોઈ સાંસદ નહોતા. ગેનીબેન પાસે નેતાઓની કોઈ મોટી ફોજ પણ નહોતી. ગેનીબેને નામ જાહેર થતાં જ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો. બનાસની બેન ગેનીબેનના નામથી પોતાનું કેમ્પેઈન શરૂ કરી દીધું. તેમણે વિસ્તારના લોકોને ફંડ આપવા માટેની અપીલ કરી.

ગેનીબેન ઠાકોરની અપીલ કામ કરી ગઈ અને બનાસકાંઠાના મતદારોએ ખોબલે ને ખોબલે મત આપ્યા. અને લોકસભાની બેઠક તેમના નામે કરી દીધી. જેનાથી ભાજપની વિજયની હેટ્રિક અટકાવી દીધી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાતે ગેનીબેનનો પ્રચાર કર્યો હતો. જેમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે ગેનીબેનને મત આપીને જીતાડજો. જે તમારા તમામ કામ કરશે.

હવે ગેનીબહેનને લોકોએ પોતાનો જનાદેશ આપી દીધો છે. અને તેમને સંસદના રસ્તે પહોંચાડી દીધા છે. જોકે નવી જવાબદારી હંમેશા નવા પડકારો લઈને આવે છે. અત્યાર સુધી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય તરીકે માત્ર વાવનું પ્રતિનિધિત્વ કરતા હતા. પરંતુ હવે આખા બનાસકાંઠામાં વિકાસકાર્યોની જવાબદારી તેમના પર આવી છે. ત્યારે એ જોવાનું રહેશે કે બનાસની બેન કઈ રીતે બનાસકાંઠાને દેશમાં ચમકાવવાનું કામ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news