J&K News: પૂંછમાં LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર 2 આતંકવાદી ઠાર, 24 કલાક એલર્ટ છે સેના
infiltration in jammu kashmir: ડિફેન્સ પીઆરઓ, જમ્મુના લેફ્ટિનેન્ટ કર્નલ સુનીલ બર્તવાલના કહેવા પ્રમાણે તેમને 2-3 આતંકવાદીઓ સંતાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. તેના આધાર પર સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તેમના ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવા સેનાની વધારાની ટુકડી બોલાવાઈ હતી.
Trending Photos
Terrorist Killed in Jammu Kashmir: સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં લાઈન ઓફ કન્ટ્રોલ ખાતે ઘૂસણખોરીના 2 પ્રયત્નો નિષ્ફળ બનાવવાની સાથે કુલ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સોમવારે સેના દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે તેમણે જમ્મુના પૂંછ જિલ્લામાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા 2 આતંકવાદીઓને ગોળીઓથી વીંધી નાખ્યા હતા.
હવે સોસાયટીઓમાં થશે શાંતિ, ઇન્ટરનેટના વાયરોમાંથી મળશે મુક્તિ, આ રાજ્યોમાં સર્વિસ શરૂ
ઓક્ટોબર સુધી આ રાશિઓ પર રહેશે રાહુની અસીમ કૃપા, પ્રાપ્ત થશે શુભ સમાચાર
ડિફેન્સ પીઆરઓ, જમ્મુના લેફ્ટિનેન્ટ કર્નલ સુનીલે જણાવ્યું હતું કે, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમને ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા 2 આતંકવાદીની હરકત ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ તરત જ તેમણે એક આતંકવાદીને ઠાર માર્યો હતો અને બીજો આતંકવાદી નિયંત્રણ રેખા પાર કરીને પરત જવા પ્રયત્ન કરી રહ્યો હતો તેને પણ રહેંસી નાખવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે આતંકવાદીઓ સામેનું સુરક્ષા ઓપરેશન હજુ ચાલુ હોવાની માહિતી આપી હતી.
શું છે દિલ્હી સેવા બિલ? કેન્દ્રને મળશે તાકાત, દિલ્હી સરકાર કેમ કરી રહી છે વિરોધ?
RS માં દિલ્હી સેવા બિલ પાસ, કેજરીવાલ પાસેથી છિનવાઇ ગયો ટ્રાંસફર-પોસ્ટિંગનો અધિકાર!
જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન
જમ્મુ કાશ્મીર પોલીસે અગાઉ રવિવારના રોજ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટર ખાતે નિયંત્રણ રેખા પાસે કુપવાડા પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીઓનો ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ બનાવાયો હતો અને એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. લેફ્ટિનેન્ટ કર્નલ એમકે સાહૂએ ગુપ્તચર એજન્સીઓની વિશ્વસનીય માહિતીની મદદથી 6 ઓગષ્ટ 2023ના રોજ કુપવાડાના તંગધાર સેક્ટરમાં આવેલા અમરોહી ગામમાં સેના અને પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
ઘરમાં રાખો આ મૂર્તિઓ, ચપટીમાં દૂર થશે આર્થિક તંગી, ધનથી ભરાઇ જશે તિજોરી!
Astrology Tips: હથેળીમાં આ વસ્તુઓ આપવાથી જતી રહે છે બરકત, પળવાર ખાલી થઇ જશે તિજોરી!
2-3 આતંકવાદી સંતાયા હોવાના ઈનપુટ
ડિફેન્સ પીઆરઓ, જમ્મુના લેફ્ટિનેન્ટ કર્નલ સુનીલ બર્તવાલના કહેવા પ્રમાણે તેમને 2-3 આતંકવાદીઓ સંતાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. તેના આધાર પર સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તેમના ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવા સેનાની વધારાની ટુકડી બોલાવાઈ હતી. વાયુ સેનાના હેલિકોપ્ટરની મદદથી વિશેષ દળને બોલાવવાની સાથે જ રાતના સમયે માનવરહિત હવાઈ વાહન અને સ્નીફર ડોગ્સની સેવા લેવામાં આવી હતી.
Good Luck Tips: ઓશિકાની નીચે આ વસ્તુઓ રાખીને ઉંઘશો તો ચમકી જશે કિસ્મત, નોકરીનું વિઘ્ન થશે દૂર
Skin Care Mistakes: 5 મોટી ભૂલો જેનાથી છિનવાઇ જાય છે ચહેરાની રંગત
ઘૂસણખોરી નિષ્ફળ બનાવાઈ
બાદમાં સુરક્ષા દળોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં 1 આતંકવાદીના ખાત્માની અને સેનાએ 1 એકે સીરીઝ રાઈફલ, 5 મેગેઝીન, 4 હેન્ડગ્રેનેડ, 1 બેગ, પાકિસ્તાનના માર્કિંગવાળા કપડાં વગેરે જપ્ત કર્યા હોવાની માહીતી આપી હતી. સાથે જ છેલ્લા એક મહિનામાં ઉત્તરી કાશ્મીરના કુપવાડા અને ઉરી તથા પૂંછ-રાજૌરીમાં ઘૂસણખોરીના 1 ડઝનથી વધારે પ્રયત્નો અસફળ બનાવાયા હોવાનું જણાવ્યું હતું.
હાઈ એલર્ટની સ્થિતિ
ગુપ્તચર વિભાગના ઈનપુટ બાદ એલઓસી અને આઈબી ખાતે તૈનાત સેના અને પોલીસને વધુ સતર્ક રહેવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. આશરે 150-200 જેટલા પ્રશિક્ષિત આતંકવાદીઓ સાથેનું લોન્ચ પેડ તક મળવાની સાથે સરહદ પાર કરવા તૈયાર હોવાના અહેવાલ છે. જેથી જમ્મુ કાશ્મીરમાં એલઓસી અને આઈબી પર હાઈ એલર્ટની સાથે દિવસ-રાત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.
શું ચહેરા પર બેસન અને દૂધનું મિશ્રણ લગાવવવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો બધું જ
Nose Congestion: શું ચોમાસમાં તમારું પણ નાક બંધ થઇ જાય છે? અપનાવો આ ઉપાય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે