Jammuને અડીને પાકિસ્તાની વિસ્તારમાં Terroristsનો ભારે જમાવડો, BSF એલર્ટ પર

ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર એજન્સી ISI જમ્મુ-કાશ્મીરમાં ઠંડા વાતાવરણ અને બરફવર્ષાને કારણે ગઈકાલે LoCના માર્ગો દ્વારા આતંકવાદીઓ (Terrorists)ને કાશ્મીર (Kashmir)માં લાવવાનો પ્રયાસ કરી રહી છે.
Jammuને અડીને પાકિસ્તાની વિસ્તારમાં Terroristsનો ભારે જમાવડો, BSF એલર્ટ પર

જમ્મુ: ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર એજન્સી ISI જમ્મુ-કાશ્મીરમાં ઠંડા વાતાવરણ અને બરફવર્ષાને કારણે ગઈકાલે LoCના માર્ગો દ્વારા આતંકવાદીઓ (Terrorists)ને કાશ્મીર (Kashmir)માં લાવવાનો પ્રયાસ કરી રહી છે.

ગભરાહટમાં છે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી
પ્રાપ્ત જાણકારી અનુસાર ભારે બરફવર્ષાના કારણે એલઓસી પર આતંકીઓ (Terrorists) માટે દાખલ થવામાં ઘણી મુશ્કેલી થયા છે. એવામાં ઠંડા વાતાવરણમાં ઘુસણખોરીની સંખ્યાં ઘણી ઓછી જોવા મળે છે. પરંતુ જે રીતે ભારતીય સેના કાશ્મીરની અંદર આતંકીઓનો સફાયો કરી રહી છે, તેના પર પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર એજન્સી ISI ગભરાયેલી છે.

આતંકીઓની પાસે હાઈટેક ઉપકરણ
આતંકીઓ પર સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને તેમને ભારતમાં પ્રવેશવાની સૂચના આપવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓના અહેવાલોથી જાણવા મળ્યું છે કે પાકિસ્તાની સેનાએ વિન્ટર ક્લોથની સાથે આતંકવાદીઓ (Terrorists)ને જીપીએસ અને અન્ય હાઈટેક નેવિગેશન સિસ્ટમ આપી છે. જેની મદદથી તેઓ એલઓસીને પાર કરી શકે છે.

કાશ્મીરની સાથે સાથે જમ્મૂમાં પણ હુમલાનો પ્રયત્ન
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે પાકિસ્તાન સૈન્ય કાશ્મીર (Kashmir) તેમજ જમ્મુમાં આતંકવાદી હુમલા વધારવાના પ્રયાસોમાં છે. આ માટે પાકિસ્તાનને અડીને આવેલા જમ્મુ (Jammu)ની આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકીઓની હિલચાલ જોવા મળી રહી છે.

PoKમાં મૂવમેન્ટ કરતા જોવા મળ્યા 118 આતંકી
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીઓ પાસેથી માહિતી મળી છે કે જમ્મુ (Jammu)ને અડીને આવેલા પાકિસ્તાની વિસ્તારોમાં 118 આતંકીઓ (Terrorists)ની ગતિવિધિઓ જોવા મળી છે. એલઓસીની બીજી બાજુ પીઓકેમાં 65 જેટલા આતંકીઓ છે.

હાઈ એલર્ટ પર છે BSF જવાન
ઠંડીમાં જમ્મુ (Jammu)થી અડીને PoKમાં મોટી સંખ્યામાં આતંકીઓની હાજરીને જોતા બીએસએફ જવાનોને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news