CBDT ચેરમેને ગણાવ્યા નોટબંધીના ફાયદા,સાડા ચાર વર્ષમાં 2.57 કરોડ કરદાતા વધ્યા

નોટબંધીના ફાયદા ગણાવતા તેમણે કહ્યું કે, ગત્ત સાડા ચાર વર્ષમાં દેશમાં કરદાતાઓની સંખ્યા મોટી છે, ખાસ કરીને નોટબંધી બાદ તેમાં ઉલ્લેખનીય વધારો થયો છે

CBDT ચેરમેને ગણાવ્યા નોટબંધીના ફાયદા,સાડા ચાર વર્ષમાં 2.57 કરોડ કરદાતા વધ્યા

નવી દિલ્હી : નોટબંધીનાં બે વર્ષ પુર્ણ થવા પ્રસંગે વિપક્ષે જ્યારે સરકાર પર હૂમલો કરી રહી છે, બીજી તરફ કેન્દ્ર સરકાર તેનાં ફાયદાઓ ગણાવી રહી છે. 8 નવેમ્બર, 2016નાં રોજ નોટબંધી પર થઇ રહેલી ચર્ચા વચ્ચે CBDT ચેરમેન સુશીલ ચંદ્રાનું નિવેદન આવ્યું છે. તેમણે નોટબંધીનો ફાયદો ગણાવતા કહ્યું કે, ગત્ત સાડા ચાર વર્ષમાં દેશમાં કરદાતાઓની સંખ્યા વધી છે. ખાસ કરીને નોટબંધી બાદ તેમાં ઉલ્લેખનીય વધારો થયો છે. બીજી તરફ વિપક્ષ આ મુદ્દે સરકારની દલિલોને ફગાવી રહ્યું છે. 

CBDTનાં ચેરમેને કહ્યું કે, જ્યારે 2014માં એનડીએ સરકાર સત્તામાં આવી હતી, ત્યારે દેશમાં 3.45 કરોડ ટેક્સ દેનારા હતા. આ વર્ષ સુધીમાં ટેક્સ આપનારાઓની સંખ્યા વધીને 6.02 કરોડ થઇ ગઇ છે. નોટબંધી બાદ કરદાતાઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. અમે તે લોકોની ઓળખ કરવામાં સરળતા થઇ ચુકી છે, કારણ કે અનેક લોકો એવા હતા જે ટેક્સ જમા નહોતા કરાવી રહ્યા, પરંતુ નોટબંધીના સમયે મોટા પ્રમાણમાં રોકડ જમા કરાવી હતી. 

— ANI (@ANI) November 14, 2018

વડાપ્રધાન મોદીએ સાધ્યું હતું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાન
વડાપ્રધાન મોદીએ નોટબંધી માટે પોતાની જાતને નિશાન બનાવવા અંગે રાહુલ અને સોનિયા ગાંધી પર વ્યંગ કર્યો હતો. તેમણે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, તેમને માં-બાપની જોડીથી ઇમાનદારીના પ્રમાણપત્રની જરૂર નથી જે જામીન પર છે. વડાપ્રધાને સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર જ કહ્યું હતું. તેઓ નોટબંધીનો હિસાબ ઇચ્છે છે. નોટબંધીના કારણે નકલી કંપનીઓની ઓળખ થઇ. અને તેનાં કારણે તમારે જામીન લેવા પડ્યા. તમે કેમ ભુલી જાઓ છો કે નોટબંધીનાં કારણે તમારે જામીન માંગવા પડ્યા. 

રાહુલ ગાંધીએ પણ આપ્યો જવાબ
નોટબંધીના કારણે નકલી કંપનીઓ પર કાર્યવાહી સાથે જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદન મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે તેમના પર નિશાન સાધ્યું અને દાવો કર્યો કે નોટબંધી બાદ ભાજપ અધ્યક્ષ અમિત સાહનાં પુત્ર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની કંપનીઓ નકલી મળી આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news