Tamilnadu: રાહુલ ગાંધી બોલ્યા- AIADMK ઉપર માસ્ક છે, તેને હટાવશો તો તમને સંઘ અને BJP નજર આવશે
મુખ્યમંત્રી પલાનીસ્વામી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'કોઈ તમિલ અમિત શાહ અને મોહન ભાગવતને પગે લાગવા ઈચ્છતા નથા. તેથી સવાલ ઉઠે છે કે સીએમ આરએસએસ અને અમિત શાહ આગળ ઝુકી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ તમિલનાડુના સલેમમાં એક જનસભાને સંબોધિત કરતા AIDMK, સંઘ અને ભાજપ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, એઆઈડીએમકે ઉપર માસ્ક છે, જો તમે માસ્ક હટાવશો તો તમને સંઘ અને ભાજપ જોવા મળશે.
રાહુલ ગાંધીએ જનસભામાં કહ્યુ, આજકાલ આપણે દરેક જગ્યાએ માસ્ક જોઈએ છીએ, માસ્ક ઘણું છુપાવી લે છે. જો કોઈ હસી રહ્યુ છે તો માસ્ક દેખાડતું નથી. આ વાત તમારે એઆઈડીએમકે વિશે જાણવી જોઈએ. કારણ કે આ જૂની એઆઈડીએમકે નથી. એઆઈડીએમકે ઉપર માસ્ક છે. જો તમે માસ્ક હટાવશો તો તમને સંઘ અને ભાજપ જોવા મળશે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, તેમણે જોયુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના મુખ્યમંત્રીને નિયંત્રિત કરી રહ્યા છે અને તેમને (પલાનીસ્વામીને) ચુપચાપ તેમને પગે લાગવા મજબૂર કર્યા, જેને હું સ્વીકારતો નથી.
રાહુલે દાવો કર્યો કે, ઉત્તરપ્રદેશમાં એક નેતાને શાહની આગળ ઝુકવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા કારણ કે તે (નેતા) ભ્રષ્ટ છે અને આ વ્યક્તિએ ભ્રષ્ટાચારને કારણે પોતાની આઝાદી ગુમાવી દીધી. તેમણે દાવો કર્યો કે પલાનીસ્વામીની પણ આ સ્થિતિ રહી છે.
મુખ્યમંત્રી પલાનીસ્વામી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'કોઈ તમિલ અમિત શાહ અને મોહન ભાગવતને પગે લાગવા ઈચ્છતા નથા. તેથી સવાલ ઉઠે છે કે સીએમ આરએસએસ અને અમિત શાહ આગળ ઝુકી રહ્યા છે. સીએમ મોદીની સાથે માથુ ઝુકાવવા ઈચ્છતા નથી, પરંતુ તે મજબૂર છે. કારણ કે મોદી ઈડી, સીબીઆઈને કંટ્રોલ કરે છે અને સીએમ ભ્રષ્ટ છે.'
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો, 'આ ભારત અને તમિલનાડુના વિચાર પર હુમલો છે અને આ આરએસએસ અને નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત છે. તે એક એવું તમિલનાડુ ઈચ્છે છે જે તેમની સામે ઝુકી જાય.' તેમણે કહ્યું કે, તમિલનાડુ ભારતના પાયાનો ભાગ છે. તેમણે તમિલ શીખવાની ઈચ્છઆ પણ વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે