પાલેજમાં પરંપરાગત હોળી દહનનો કાર્યક્રમ, જાણો હોળીની જાળના આધારે અંબાલાલ પટેલે શું કરી આગાહી ?
Trending Photos
ગાંધીનગર : પાલેજમાં આયોજીત થતી હોળી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. અહીં દુરદુરથી લોકો હોળીનાં દર્શન કરવા માટે આવે છે. આ પાલેજની હોળી જોકે આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઇને ખુબ જ સામાન્ય રીતે ઉજવવામાં આવી હતી. બહારનાં લોકોને નહી આવવા માટે પણ આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેવામાં ગામલોકો દ્વારા જ આ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ પોલીસ બંદોબસ્ત વચ્ચે હોલીકા દહન કરવામાં આવ્યું હતું.
અહીં 15 ટન જેટલા લાકડાઓનું દહન કરવામાં આવતું હોય છે. તેવામાં આ હોળીના આધારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ હવામાનનો વર્તારો કરતા હોય છે. ગુજરાત સ્તરે તેઓના હવામાન અંગેની આગાહી હવામાન વિભાગ કરતા પણ વધારે સચોટ હોય છે તેવું જોવામાં આવ્યું છે. તેવામાં તેમના દ્વારા કરવામાં આવેલો વર્તારો ગુજરાત અને ખાસ કરીને ખેડૂતો માટે તો માર્ગદર્શક સાબિત થાય જ છે. તેવામાં અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષ 2020 ની તુલનામાં સામાન્ય રહેવાની ભવિષ્યવાણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના પાલજ ગામમાં આજે રાજ્યની સૌથી મોટું હોલીકા દહન થશે. પાલજ ગામે આ હોળીકાદહનનું એક વિશેષ મહત્વ છે. આ ગામમાં અહિં હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. કોરોનાને લઈને આ વર્ષે અંગારા પર ચાલવાનું પ્રતિબંધ રાખવાના આવ્યું છે. 7 વાગ્યે હોલીકા દહન કરવામાં આવશે અને જલ્દી પૂર્ણ કરવામાં આવશે. આ વર્ષે બહારના લોકોને પાલજ હોળીના દર્શન કરવા નહિ મળે. કોરોના વચ્ચે પાલજ ગામની હોલીકાદહનની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષના પ્રમાણમાં આ વર્ષે ત્રીજા ભાગના લાકડા જ હોળી દહનમાં વપરાશે.
અંબાલાલ કાકા દ્વારા ભાખવામાં આવેલા ભવિષ્ય અનુસાર, આ વર્ષ સામાન્ય રહેશે. જો કે જુન અને જુલાઇ મહિનામાં વરસાદ સામાન્ય પડશે. પરંતુ વરસાદ ખુબ જ ખેંચાઇ જશે. જેના કારણે સિંચાઇના સાધનોની જરૂર પડે. આ ઉપરાંત દક્ષિણમાં વરસાદ ઓછો પડવાની પણ શક્યતા છે. પૂર્વમાં સૌથી વધારે વરસાદ પડશે. ગુજરાત સહિતનાં પ્રદેશમાં સામાન્ય વરસાદ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે