ગરીબોને ફ્રીમાં ઈડલી-સંભાર ખવડાવે છે આ અમ્મા, 70ની ઉંમરમાં પણ ચૂલા પર બનાવે છે ભોજન 

રામેશ્વરમ નજીક ફૂટપાથ પર દુકાન ચલાવતા આ મહિલા ગરીબોને મફતમાં ઈડલી ખવડાવે છે.

ગરીબોને ફ્રીમાં ઈડલી-સંભાર ખવડાવે છે આ અમ્મા, 70ની ઉંમરમાં પણ ચૂલા પર બનાવે છે ભોજન 

રામેશ્વરમ: તામિલનાડુના કોયમ્બતુરમાં એક રૂપિયામાં ઈડલી વેચનારા અમ્મા કમલાથલ હાલ ખુબ ચર્ચામાં રહ્યાં. હવે ત્યારબાદ અગ્નિ તીર્થમમાં રહેતા એક 70 વર્ષના વૃદ્ધ મહિલાની પણ પરોપકારી ભાવના સામે આવી છે. રામેશ્વરમ નજીક ફૂટપાથ પર દુકાન ચલાવતા આ મહિલા ગરીબોને મફતમાં ઈડલી ખવડાવે છે. રાણીએ જણાવ્યું કે તેઓ ઈડલીની એક થાળી બદલ 30 રૂપિયા લે છે. પરંતુ ગ્રાહકો પર પૈસા માટે ફોર્સ કરતા નથી. જેમની પાસે પૈસા નથી તે લોકોને ફ્રીમાં ઈડલી ખવડાવે છે. તેઓ હજુ પણ ભોજન પકાવવા માટે ઈંધણના રૂપે લાકડીના ચૂલાનો ઉપયોગ કરે છે. 

નોંધનીય છે કે તામિલનાડુના કોયમ્બતુર જિલ્લાના 80 વર્ષના મહિલા કમલાથલ પોતાના ગામમાં કામ કરતા મજૂરોને ફક્ત એક રૂપિયામાં ભરપ્લેટ ઈડલી અને સાંભાર ખવડાવે છે. કમલાથલની કહાની સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ હતી જ્યારે બિઝનેસ ટાયકૂન મહિન્દ્રા સમૂહના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ તેમનો એક સાધારણ ઝૂપડીમાં ઈડલી તૈયાર કરતો વીડિયો શેર કર્યો હતો. 

— ANI (@ANI) September 15, 2019

સરકારે પણ આગળ વધીને તેમને એલપીજી કનેક્શન આપ્યું અને તેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક સક્રિય ભૂમિકા ભજવી. મહિન્દ્રાએ કહ્યું કે આ શાનદાર છે. કમલાથલને સ્વાસ્થ્યની આ સૌગાત આપવા બદલ ભારત ગેસ કોયમ્બતુરને ધન્યવાદ. જેમ મે પહેલા પણ કહ્યું હતું કે હું તેમના સતત એલપીજીના ખર્ચાના ભોગવીને ખુશ થઈશ... અને તમારી ચિંતા અને વિચારશીલતા માટે આભાર, ધર્મેન્દ્ર પ્રધાન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news