રામ મંદિર નજીક મસ્જીદની વાત કરોડો હિંદુઓને અસહિષ્ણુ બનાવી શકે છે: ઉમા ભારતી

ભારતીએ કહ્યું કે, હિંદુ વિષ્વના સૌથી સહિષ્ણુ લોકો છે, તમામ રાજનીતિજ્ઞોને અપીલ છે કે રામ મંદિરની બહાર મસ્જિદના નિર્માણની વાતો કરી હિંદુઓને અસહિષ્ણુ ન બનાવો

રામ મંદિર નજીક મસ્જીદની વાત કરોડો હિંદુઓને અસહિષ્ણુ બનાવી શકે છે: ઉમા ભારતી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ રવિવારે કહ્યું કે, હિંદુ વિશ્વનાં સૌથી વધારે સહિષ્ણુ લોકો છે પરંતુ અયોધ્યામાં રામ મંદિરની પરિધિમાં મસ્જીદનાં નિર્માણની વાત તેમને અસહિષ્ણુ બનાવી શકે છે. ઉમા ભારતીએ આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની સાથે અયોધ્યામાં મંદિર નિર્માણની આધારશિલા મુકવા માટે આમંત્રીત કર્યા અને કહ્યું કે, એવુ કરીને પોતાની પાર્ટીના પાપોનું પ્રાયશ્ચિત કરી લેશે. .તેમણે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, હિન્દુ વિશ્વમાં સૌથી વધારે સહિષ્ણુ લોકો છે. હું તમામ રાજનીતિજ્ઞોને અપીલ કરુ છુ કે કૃપા કરીને અયોદ્યામાં રામ મંદિરના બાહ્ય વર્તુળમાં એક રામ મંદિરનું નિર્માણ કરવાની વાત કરીને અસહિષ્ણુ ન ગણાવે. 

તેમણે કહ્યું કે, પવિત્ર મદીના નગરમાં એક પણ મંદિર ન હોઇ શકે અથવા વેટિકન સિટીમાં એક પણ મસ્જિદ ન હોઇ શકે તો અયોધ્યામાં કોઇ મસ્જીદની વાત કરવી અયોગ્ય કહેવાશે. તેમણે અયોધ્યા વિવાદને આસ્થા નહી પરંતુ જમીનનો વિવાદ ગણાવ્યો અને કહ્યું કે હવે આ માત્ર એક જમીન વિવાદ છે. આસ્થાનો નહી. આ નિશ્ચિત છે કે અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થાન છે. 

ઉમા ભારતીએ આ મુદ્દે કોર્ટના બહારના સમાધાન લાવવાને વધારે જોર આપ્યું અને ગાંધી, સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ, બસપા માયાવતી અને તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી સહિત તમામ રાજનીતિક નેતાઓને તેમનું સમર્થન કરવા માટેની અપીલ કરી. વરિષ્ઠ ભાજપ નેતાઓએ કહ્યું કે, અમે આ મુદ્દે તમામ રાજનીતિક દળોના સમર્થનની જરૂર છે.  હું રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓને આમંત્રીત કરૂ છું કે તેઓ મારી સાથે રામ મંદિરની આધારશીલા મુકવા માટે આવે. 

તેમણે કહ્યું કે, એવું કરીને ગાંધી પરિવારનાં વંશજ કોંગ્રેસના પૂર્વના પાપો માટે પ્રાયશ્ચિત કરી શકશે જેણે અયોધ્યામાં મંદિર નિર્માણમાં હંમેશા બાધા ઉત્પન્ન કરી છે. તેમણે કહ્યું કે, સપા નેતા મુલાયમ સિંહ, બેનર્જી, માયાવતી અને વામદળોને આ મુદ્દે ભાજપનું સમર્થન કરવું જોઇએ કારણ કે આ મુદ્દો રાષ્ટ્રીય હિતનો છે. 

ભારતીએ કહ્યું કે, જો આ મુદ્દાને ઉકેલવા દેવા નથી માંગતા. કોંગ્રેસે ધર્મના નામે દેશને વહેંચવાની આદત છોડવી પડશે. તેમણે ફરી એકવાર કહ્યું કે તમામ પાર્ટીઓને આ મુદ્દે એક થવું પડશે. 1990નાં દશકમાં રામ જન્મભૂમિ આંદોલનમાં ભાગ લઇ ચુકેલા ઉમા ભારતીએ કહ્યું કે, તેઓ રામ મંદિર નિર્માણ મુદ્દે સંપુર્ણ પ્રતિબદ્ધ છે. જો તેઓ કહે કે રામ મંદિર નિર્માણ મારા મૃત શરીર પર થશે તો તે પણ સ્વીકાર છે. ભાજપનાં પ્રખર હિંદુત્વવાદી નેતા તરીકે જાણીતા ભારતીએ પૂર્વમાં પણ અયોધ્યામાં ઝડપથી રામ મંદિરના નિર્માણ પર જોર આપતા રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news