સુષમા સ્વરાજના નામે ઘણા કીર્તિમાન, 25 વર્ષની ઉંમરમાં બન્યાં હતા કેન્દ્રીય પ્રધાન

પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીની સીનિયર નેતા સુષમા સ્વરાજનું નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાક મહિનાથી તેઓ બિમાર હતા. આજે એઈમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 

સુષમા સ્વરાજના નામે ઘણા કીર્તિમાન, 25 વર્ષની ઉંમરમાં બન્યાં હતા કેન્દ્રીય પ્રધાન

નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું નિધન થઈ ગયું છે. છેલ્લા કેટલાક મહિનાથી તેઓ બિમાર હતી, જેથી તેમણે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી હતી. સુષમા સ્વરાજ છેલ્લે લોકસભા ચૂંટણી બાદ શપથ ગ્રહણ દરમિયાન જોવા મળ્યા હતા. સુષમા સ્વરાજે 67 વર્ષની ઉંમરમાં દિલ્હી સ્થિતિ AIIMSમા અંતિમ શ્વાસ લીધા છે. 

સુષમા સ્વરાજના નામે ઘણા કીર્તિમાન છે, જેને દેશ યાદ કરશે. 1977મા જ્યારે તેઓ 25 વર્ષના હતા, ત્યારે તેઓ ભારતના સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી બન્યા હતા. તેઓ 1977થી 1979 સુધી સામાજિક કલ્યાણ, શ્રમ અને રોજગાર જેવા 8 મંત્રાલયો મળ્યા હતા. ત્યારબાદ તેઓ 27 વર્ષની ઉંમરમાં 1979મા તેઓ હરિયાણામાં જનતા પાર્ટીના રાજ્યના અધ્યક્ષ બન્યા હતા. 

સુષમા સ્વરાજના નામે રાષ્ટ્રીય સ્તરની રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા હોવાનું ગૌરવ પ્રાપ્ત હતું. આ સિવાય સુષમા સ્વરાજ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને વિપક્ષના પ્રથમ મહિલા નેતા હતા. 

ઈન્દિરા ગાંધી બાદ સુષમા સ્વરાજ બીજા એવા મહિલા હતા, જેમણે દેશના વિદેશ પ્રધાનનું પદ સંભાળ્યું હતું. છેલ્લા ચાર દાયકામાં 11 ચૂંટણી લડ્યા, જેમાં ત્રણ વિધાનસભા લડ્યા અને જીત્યા હતા. સુષમા સ્વરાજ સાત વખત સાંસદ રહ્યાં હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news