સુશાંત-દિશા કેસમાં ખુબ મહત્વના એવા આ 6 લોકો ગમે ત્યારે થઈ શકે છે 'ગુમ'

સુશાંત (Sushant Singh Rajput) અને દિશાના કથિત ડબલ મર્ડરની તપાસ જો ગંભીરતાથી કરવામાં આવી તો શક્ય છે કે અનેક મોટા ખુલાસા થઈ શકે છે અને અનેક એવા લોકોના નામનો પર્દાફાશ થઈ શકે છે જેમના ચહેરા જોઈને લોકો ચોંકી જશે.  આથી જો એ બાજુથી હોમવર્ક પૂરું કરેલુ છે તો તપાસ કરનારાઓએ આ પોતાની બાજુ પણ હોમવર્ક કરેલું હોવું જોઈએ. પોલીસે આ છ લોકો પર બરાબર નજર રાખવી જોઈએ કારણ કે બની શકે કે આવનારા દિવસોમાં પોલીસ માટે આ લોકોનું નેટવર્ક જ આઉટ ઓફ એક્સેસ એરિયા થઈ જાય. 
સુશાંત-દિશા કેસમાં ખુબ મહત્વના એવા આ 6 લોકો ગમે ત્યારે થઈ શકે છે 'ગુમ'

નવી દિલ્હી: સુશાંત (Sushant Singh Rajput) અને દિશાના કથિત ડબલ મર્ડરની તપાસ જો ગંભીરતાથી કરવામાં આવી તો શક્ય છે કે અનેક મોટા ખુલાસા થઈ શકે છે અને અનેક એવા લોકોના નામનો પર્દાફાશ થઈ શકે છે જેમના ચહેરા જોઈને લોકો ચોંકી જશે.  આથી જો એ બાજુથી હોમવર્ક પૂરું કરેલુ છે તો તપાસ કરનારાઓએ આ પોતાની બાજુ પણ હોમવર્ક કરેલું હોવું જોઈએ. પોલીસે આ છ લોકો પર બરાબર નજર રાખવી જોઈએ કારણ કે બની શકે કે આવનારા દિવસોમાં પોલીસ માટે આ લોકોનું નેટવર્ક જ આઉટ ઓફ એક્સેસ એરિયા થઈ જાય. 

સિદ્ધાર્થ પિઠાની
આ નામથી દેશ સારી પેઠે પરિચિત છે. સિદ્ધાર્થ પિઠાનીનો માસ્કથી ઢંકાયેલો ચહેરો લોકોએ ટીવી ન્યૂઝ ચેનલ પર જોયો છે. તે સુશાંત સિંહ રાજપૂતનો એટલો નીકટનો મિત્ર હતો કે એક વર્ષથી સુશાંત સાથે રહેતો હતો. મૂળ હૈદરાબાદનો રહીશ એવો આ વ્યક્તિ મુંબઈમાં શું કરી રહ્યો હતો તે પણ  તપાસનો વિષય બનાવવો જોઈએ. તે એક રહસ્યમય વ્યક્તિ છે જેણે કથિત રીતે સુશાંતના મૃત શરીરને ફાંસીના ફંદેથી નીચે ઉતાર્યો હતો. 

શોવિક ચક્રવર્તી
રિયા ચક્રવર્તી કે જે દિશાની મોતના એટલે કે 8 જૂનના આગલા દિવસે સુશાંતનો ઘણો બધો સામાન લઈને ઘર છોડી ગઈ હતી. તેના ભાઈના નામથી પણ દેશ હવે અજાણ નથી. સુશાંત અને દિશા બંને તરફ આ વ્યક્તિ સતત સંપર્કમાં રહેનાર સૂત્ર છે.  ઈડીની અઢાર કલાકની પૂછપરછ બાદ પૂરેપૂરી શક્યતા છે કે ત્રણ કેસમાં ફસાતા બચવા માટે આવનારા દિવસમાં આ વ્યક્તિ લાપત્તા થઈ શકે છે. 

સંદીપ સિંહ
સુશાંત સિંહ રાજપૂતના સૌથી નીકટના મિત્રોમાંથી એક છે સંદીપ સિંહ. આ એ મિત્ર છે જે દિશા સાલિયાનના મિત્રોમાંથી પણ એક છે અને સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડનો પણ નીકટનો મિત્ર રહી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર વાયરસ થયેલા અપુષ્ટ અહેવાલોમાં સંદીપ સિંહનું નામ પણ સામેલ છે. તેમાં જણાવાયું છે કે સુશાંતે સંદીપને દિશા સાલિયાનના એ ફોન અંગે બધુ જણાવી દીધુ હતું જે દિશાએ પોતાની મોતની થોડીવાર પહેલા સુશાંતને કર્યો હતો. 

નીરજ, કેશવ અને દીપેશ
આમાંથી બે વ્યક્તિ સુશાંતના રસોઈયા છે અને આ લોકો રિયા ચક્રવર્તી દ્વારા લાવવામાં આવ્યાં હતાં. દીપેશ સહાયક તરીકે ઘરમાં અન્ય તમામ નાની મોટી જવાબદારીઓ સંભાળતો તો. રિયા ચક્રવર્તીએ સુશાંતના તમામ કર્મચારીઓને બદલી નાખ્યા હતાં અને રિયાની આ ગતિવિધિ પણ તેની અન્ય અનેક શંકાસ્પદ ગતિવિધિઓની જેમ મોટા ષડયંત્ર તરફ સંકેત કરે છે. નીરજ અને કેશવ આજ્ઞાપાલક છે. સિદ્ધાર્થ અને રિયા તેમના પર હુકમ ચલાવ્યાં કરતા હતાં. આવામાં સમજી શકાય છે કે ઘરનો ભેદ જાણકારામાં આ લોકો પણ સામેલ છે અને આગામી દિવસોમાં તેઓ પોતાના બચાવવા માટે અન્ડરગ્રાઉન્ડ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news