રિયાએ સ્વિકારી Sushantના ઘરે ડ્રગ્સ આવવાની વાત, પરંતુ આ સવાલો પર રહી મૌન
સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput)થી સંબંધિત ડ્રગ્સ કેસ (Drugs Case)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની પૂછપરછ કરી હતી. રિયા બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ NCB ઓફિસ પહોંચી હતી
Trending Photos
મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput)થી સંબંધિત ડ્રગ્સ કેસ (Drugs Case)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની પૂછપરછ કરી હતી. રિયા બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ NCB ઓફિસ પહોંચી હતી. ત્યારબાદથી એનસીબીના અધિકારીઓ સતત તેની પૂછપરછ કરી રહ્યાં હતા. પૂછપરછ લગભગ સાડા 6 કલાક ચાલી હતી.
સૂત્રોનું કહેવું છે કે, પૂછપરછ દરમિયાન રિયાએ કબૂલાત કરી છે કે, સુશાંતના ઘરે ડ્રગ્સ આવતું હતું. પરંતુ તે ઘણા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપી શકી નહીં. સૂત્રોનું કહેવું છે કે એનસીબી પાસે મજબૂત પુરાવા છે જેના આધારે રિયાએ સુશાંતના ઘરે ડ્રગ આવવાનું કબૂલ્યું છે. રિયાના ઘણા પ્રશ્નોના જવાબથી એનસીબી સંતુષ્ટ નથી, તેથી જ સોમવારે તેને પૂછપરછ માટે પાછી બોલાવવામાં આવી છે.
આ કેસ સાથે સંકળાયેલા તપાસ અધિકારી સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે રિયા આજે મોડી પહોંચી હતી, તેથી તપાસ પૂરી થઈ શકી નથી. એનસીબીના ડીજી અશોક જૈને પત્રકારોને જણાવ્યું હતું કે રિયાને આવતીકાલે ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ક્ષણે હું તપાસ અંગે કંઈ કહી શકું તેમ નથી.
તમને જણાવી દઇએ કે, આ પહેલા શનિવારે એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના રસોઈયા દિપેશ સાવંતની ધરપકડ કરી હતી. દિપેશ સરકારી સાક્ષી બનવા માટે તૈયાર છે. એનસીબીએ રવિવારે દિપેશને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યો હતો. 9 સપ્ટેમ્બર સુધી તેમને 3 દિવસની કસ્ટડી લેવાની મંજૂરી મળી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે