ભાવનગર હોસ્પિટલમાં દર્દીઓનાં ભોજનની સ્ટાફ કરે છે ચોરી, આ વીડિયો જોઇ હસવું કે ગુસ્સો કરવો નક્કી નહી કરી શકો...
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: જીલ્લાની સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓ માટેના ખોરાકની ચોરી કરાતી હોવાની ઘટના સામે આવી છે. દર્દીઓને પૂરતો ખાદ્ય જથ્થો નહી આપતા એવી રજુવાતને લઈને કોંગ્રેસની હેલ્થ સમિતિએ ચેકીંગ કર્યું હતું. જેમાં દર્દીઓ માટે અપાતો ખાદ્ય સામગ્રીનો જથ્થો હોસ્પિટલનાજ પટાવાળા, સિક્યુરિટી સહિતના કર્મચારીઓ ઘરે લઈ જતા ઝડપાઇ ગયા હતા. ત્યારે હોસ્પિટલ તંત્ર પર લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં વખતો વખત અનેક ફરિયાદો ઉઠવા પામી છે, જેમાં યોગ્ય સારવાર ન મળવી, દવા ન મળવી, ડોક્ટરોની બેદરકારી જેવી અનેક ફરિયાદો દર્દીઓ અને તેના સગા દ્વારા સાંભળવા મળે છે. જેમાં કોંગ્રેસની મહિલા હેલ્થ કમિટીને હોસ્પિટલમાં પૂરતો ખાદ્ય જથ્થો ના મળતો હોવાની તેમજ સ્ટાફ દ્વારા ઘરે લઈ જવાતો હોવાની ફરિયાદ મળી હતી.
ભાવનગરની હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓનાં માટે આવતી સામગ્રી ઘરભેગી કરે છે સ્ટાફ? આ વીડિયો જોઇને હસવું કે રોષ ઠાલવવો તમે પણ નક્કી નહી કરી શકો... @BJP4Gujarat @INCGujarat @AAPGujarat #Bhavnagar @GujHFWDept @GMCBVN @Nitinbhai_Patel @Collectorbhav @SPBhavnagar @MihirNRaval @DixitGujarat pic.twitter.com/j6x8xBvbPv
— Zee 24 Kalak (@Zee24Kalak) September 6, 2020
આ અંગે કમિટીના પ્રમુખ જિજ્ઞાષાબેન ઓઝા દ્વારા કમિટી મેમ્બરોને સાથે રાખી સર ટી હોસ્પિટલના ઘરે જઈ રહેલા કર્મચારીઓની ઝડતી તપાસ કરી હતી. હોસ્પિટલમાંથી બપોરે ઘરે જઈ રહેલા અનેક બહેનોના થેલી, ટિફિન અને પ્લાસ્ટિકના ઝભલામાં લઇ જવાતી સામગ્રી મળી આવી હતી. ચેકીંગ દરમ્યાન દૂધની થેલીઓ, ચોખા, મરચું, પૌવા અને મગ સહિતની ખાદ્ય સામગ્રી મળી આવતા હોસ્પિટલ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે