Surya-Shukra Yuti 2022: સૂર્ય-શુક્રની યુતિ આ 4 રાશિના જાતકોને કરાવશે અઢળક લાભ, 'છપ્પર ફાડકે' પૈસા મળશે!

Venus And Sun Conjunction: દર મહિને કેટલાક ગ્રહ રાશિ પરિવર્તન કરતા હોય છે. જેનો પ્રભાવ વ્યક્તિના જીવન પર જોવા મળતો હોય છે. ઓગસ્ટના અંતિમ દિવસે એટલે ક 31 ઓગસ્ટે શુક્ર ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરશે. આ દિવસે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સિંહમાં સૂર્ય પહેલેથી જ 17 સપ્ટેમ્બર સુધી બિરાજમાન છે. આવામાં શુક્રના પ્રવેશથી સૂર્ય અને શુક્રનું મિલન થશે. આ બંને ગ્રહો સાથે આવવાથી અનેક રાશિઓના જીવન પર પ્રભાવ પડશે. પરંતુ કેટલીક રાશિ એવી છે જેને ખુબ લાભ થઈ શકે છે.

Surya-Shukra Yuti 2022: સૂર્ય-શુક્રની યુતિ આ 4 રાશિના જાતકોને કરાવશે અઢળક લાભ, 'છપ્પર ફાડકે' પૈસા મળશે!

Venus And Sun Conjunction: દર મહિને કેટલાક ગ્રહ રાશિ પરિવર્તન કરતા હોય છે. જેનો પ્રભાવ વ્યક્તિના જીવન પર જોવા મળતો હોય છે. ઓગસ્ટના અંતિમ દિવસે એટલે ક 31 ઓગસ્ટે શુક્ર ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરશે. આ દિવસે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સિંહમાં સૂર્ય પહેલેથી જ 17 સપ્ટેમ્બર સુધી બિરાજમાન છે. આવામાં શુક્રના પ્રવેશથી સૂર્ય અને શુક્રનું મિલન થશે. આ બંને ગ્રહો સાથે આવવાથી અનેક રાશિઓના જીવન પર પ્રભાવ પડશે. પરંતુ કેટલીક રાશિ એવી છે જેને ખુબ લાભ થઈ શકે છે. અત્રે જણાવવાનું કે શુક્ર અને સૂર્યની યુતિ સપ્ટેમ્બર સુધી રહેશે. કારણ કે 17 સપ્ટેમ્બર સુધી સૂર્ય સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 

આ રાશિઓને થશે જબરદસ્ત લાભ

સિંહ રાશિ
શુક્ર ગ્રહ રાશિ બદલીને સિંહમાં પ્રવેશ કરે છે. આ રાશિમાં શુક્ર અને સૂર્ય યુતિ જાતકોને ખુબ લાભ આપશે. નવી નોકરીની ઓફર મળશે. પગાર વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કરિયરમાં પ્રગતિ થશે. 

કુંભ રાશિ
શુક્ર અને સૂર્યની યુતિ કુંભ રાશિના જાતકોને પણ સારો એવો ધનલાભ કરાવશે. આ દરમિયાન આર્થિક સ્થિતિમાં જબરદસ્ત ફેરફાર જોવા મળશે. ધન ભેગુ કરવામાં સફળતા મળશે. જો ક્યાંક રોકાણનું વિચારી રહ્યા છો તો આ સમય શુભ રહેશે. એક કરતા વધુ માધ્યમોથી ધન પ્રાપ્તિના યોગ છે. 

વૃષભ રાશિ
આ યુતિનો વૃષભ રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પડશે. કૌટુંબિક જીવનમાં સુધારો આવશે. બાળકોનું અભ્યાસમાં મન લાગશે. ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા લોકોને આ સમયગાળા દરમિયાન ભરપૂર લાભ મળશે. સૂર્ય અને શુક્રની યુતિ આ રાશિના જાતકો માટે ખુબ  લાભદાયી રહેશે. 

મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોના સંચાર કૌશલમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન આવક વધવાના પણ યોગ છે. કરિયરમાં સફળતા મળશે અને સારો મુકામ મેળવી શકશો. દરેક જગ્યાએ તમારા કામની પ્રશંસા થશે. ઓફિસમાં તમારું શાનદાર પ્રદર્શન રહેશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news