સુપ્રીમમાં આજે આર્ટિકલ 370 હટાવવા અને કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધો વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી 

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 (Article 370)ને હટાવવાના કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) અને અન્ય તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુનાવણી કરશે.

સુપ્રીમમાં આજે આર્ટિકલ 370 હટાવવા અને કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધો વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી 

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)ને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 (Article 370)ને હટાવવાના કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) અને અન્ય તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court) સુનાવણી કરશે. આ ઉપરાંત કલમ 370 હટાવાયા બાદ લાગેલા પ્રતિબંધો વિરુદ્ધ કરાયેલી અરજીઓ ઉપર પણ સુનાવણી થશે. 

આ અગાઉ કલમ 370 નાબુદી વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટે બંધારણીય બેન્ચ પાસે મોકલી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે ઓક્ટોબરમાં બંધારણીય બેન્ચ આ અંગે સુનાવણી કરશે. ગત સુનાવણીમાં કાશ્મીર ટાઈમ્સના સંપાદકની ફરિયાદ હતી કે શ્રીનગરથી તેમનું અખબાર પ્રકાશિત થઈ શકતુ નથી. સરકારે કહ્યું હતું કે બાકીના અખબારો તો છપાય છે અને તેઓ જાણી જોઈને છાપી રહ્યા નથી. 

જુઓ LIVE TV

કાશ્મીરના હાલાત પર અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એક એક કરીને પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યાં છે. 80 ટકા લેન્ડલાઈન ચાલુ કરાઈ છે. સારવારમાં મુશ્કેલીઓ આવી રહી છે તે ખોટી વાત છે. આ દરમિયાન 4 હજારથી વધુ લોકોની મોટી સર્જરી થઈ  છે અને 40 હજારથી વધુ નાની સર્જરી થઈ છે. 

અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિએ આદેશ બહાર પાડીને જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને સમાપ્ત કરી હતી. એટલું જ નહીં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધા હતાં. કલમ 370 ખતમ કરવાનો પ્રસ્તાવ સંસદના બંને સદનમાં ભારે બહુમતથી પાસ થયો હતો. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 સમાપ્ત થયા બાદ સુરક્ષા કારણોસર કેટલાક પગલાં લેવામાં આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news