વાયુસેનાને મળી લેઝર ગાઇડેડ બોમ્બની શક્તિ: બાલકોટ હૂમલામાં હતી મહત્વની ભુમિકા
Trending Photos
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વણસેલા સંબંધો વચ્ચે ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો થયો છે. વાયુસેનાને સ્પાઇસ 2000 લેઝર ગાઇડેડ બોમ્બનો સમાવેશ કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ચુકી છે. ઇઝરાયેલે આ લેઝર ગાઇડેડ બોમ્બની ખેપ પહોંચાડવાનું ચાલુ કરી દીધું છે. માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ રવિવારે ગ્વાલિયર પહોંચી હતી.
ઉદ્ધવ ઠાકરેએ કાર્યકર્તાઓને એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા માટે હાકલ કરી
હાલ ભારતીય વાયુસેનાના મિરાજ 2000 વિમાન સ્પાઇસ 2000 બોમ્બથી લેસ છે. આ તે જ સ્પાઇસ 2000 લેઝર ગાઇડેડ બોમ્બ છે જેનો ઉફયોગ કરીને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલાકોટમાં તબાહી મચાવી હતી અને આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદની આતંકવાદી શિબિર પર હુમલો કરીને તેનો નાશ કરી દીધો હતો.
બુરખો પહેરીને ફરી રહ્યો હતો યુવક, પોલીસે પકડ્યો તો ખુલી વિચિત્ર પ્રેમકથા
લેઝર ગાઇડેડ બોમ્બ એટલા ખતરનાક છે કે એકવારમાં આખી બિલ્ડિંગને ધ્વસ્ત કરી શકે છે. માહિતી એવી પણ મળી છે કે 300 કોડ રૂપિયાના ખર્ચ વાળી લેઝર ગાઇડેડ બોમ્બના વર્તમાન ડીલ પુરી થયા બાદ વાયુસેના મોટા પ્રમાણમાં બોમ્બ ને ખરીદવા માટેનો આદેશ આપશે. ભારતીય વાયુસેના પોતાનાં ફાઇટર પ્લેનને વદારે શક્તિશાળી બનાવવા માટે સુખોઇ-30 એમકેઆઇને પણ ઇઝરાયેલનાં સ્પાઇસ 2000 બોમ્બથી લેસ કરવાની તૈયારી કરી રહી હતી. જો કે હજી સુધી આ વાતની માહિતી નથી કે આ પ્રક્રિયા પુરી તઇ ચુકી છે કે હજીસુધી ચાલી રહી છે.
જો આ બેંકમા તમારુ એકાઉન્ટ છે તો 16 ઓક્ટોબરથી લાગશે મોટો ઝટકો !
આ લેઝર ગાઇડેડ બોમ્બ સટીક નિશાના પર તબાહી મચાવવા માટે સૌથી સારી માનવામાં આવે છે. ફાઇટર પ્લેનથી આ બોમ્બને ખુબ જ સટીક નિશાન લગાવીને દુશમનને થોડી સેકન્ડોમાં દુશ્મનને ઘુળ ફાંકતો કરવા સમર્થ છે. આ લેઝર ગાઇડેડ સ્પાઇસ 2000 બોમ્બ દુશ્મન અને આતંકવાદીઓનાં બંકરોને સરળતાથી નષ્ટ કરી શકે છે. આ બોમ્બ વોરહેડનો ઉપયોગ કરી સરળતાથી આખી બિલ્ડિંગ તોડીપાડવા માટે સક્ષમ છે.
અગાઉ ભારતે ઇઝરાયેલ પાસેથી સ્પાઇસ 2000 સ્માર્ટ બોમ્બના 200 યુનિટની ખરીદી કરી હતી. તેની ખાસિયત છે કે તે એક જીપીએસ ગાઇડેડ કિટ સાથે હોય છે, જે હવામાં છોડી દેવાયા બાદ અનપ્લગ્ડ બોમ્બને સટીક નિશાન લગાવીને ઉડાવી શખે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે