જાણો દેશમાં ક્યારથી શરૂ થશે બાળકોની વેક્સીનનું ટ્રાયલ, આ ફાર્મા કંપનીએ કર્યો આ દાવો

એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુંમાં ભારત બાયોટેક (Bharat Biotech) ની વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કંપનીનું ફોકસ કોવેક્સીન (Covaxin) ના 1 અરબ ડોઝ પર છે. અમે અમારા 3 સેન્ટર્સ પરથી આટલા પ્રોડક્શનની આશા છે.

જાણો દેશમાં ક્યારથી શરૂ થશે બાળકોની વેક્સીનનું ટ્રાયલ, આ ફાર્મા કંપનીએ કર્યો આ દાવો

નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સીનને લઇને ચાલી રહેલા મહાઅભિયાન (Corona Vaccination Drive India ) વચ્ચે સ્વદેશી કોરોના વેક્સીન કોવેક્સીન (Covaxin) ને બનાવનાર કંપની ભારત બાયોટેક (Bharat Biotech) ની જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સુચિત્રા એલા (Suchitra Ella) એ કહ્યું કે ઘણા પડકારો છતાં કંપની ભારત સરકારને કરેલા પ્રોમીસને પુરૂ કરશે. 

'કોવેક્સીનની 1 અરબ ડોઝનો ટાર્ગેટ'
ઝી ન્યૂઝ (Zee News) ના સહયોગી ચેનલ વિઓન (Wion) ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુંમાં ભારત બાયોટેક (Bharat Biotech) ની વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કંપનીનું ફોકસ કોવેક્સીન (Covaxin) ના 1 અરબ ડોઝ પર છે. અમે અમારા 3 સેન્ટર્સ પરથી આટલા પ્રોડક્શનની આશા છે. વેક્સીનની આપૂર્તિને લઇને અમે ભારત સરકારને કરેલો વાયદો પુરૂ કરીશું. 

'પેટેંટ ટ્રાંસફર સરળ નહી'
કંપનીની મુખ્ય અધિકારીએ કહ્યું કે અમારી વેક્સીન એકદમ કારગર છે તેને બનાવવાની પ્રક્રિયા સરળ નથી. અમે તેને ઝીરો સેલ પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. ઉંડા રિસર્ચ બાદ પેટેંટ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પણ ખૂબ જટિલ છે એટલા માટે પેટેંટને ટ્રાંસફર કરવી એટલે કે બીજા સાથે શેર કરવી સરળ નથી. 

બાળકો પર ટ્રાયલની મંજૂરી
કંપનીની જોઇન્ટ એમડીએ કહ્યું કે બાળકો માટે કોવેક્સીનના ટ્રાયલની પરવાનગી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (Drug Controller General of India) પાસેથી મળી ગઇ છે. તેમને આશા છે કે બાળકો માટે વેક્સીનની ટ્રાયલ આગામી મહિને જૂનમાં શરૂ થઇ જશે. તો બીજી તરફ એ પણ કહેવામાં આવ્યું છે કે કોવેક્સીન ભારતમાં મળેલા ડબલ મ્યૂટેંટ વેરિએન્ટ પર કાબૂ મેળવવામાં કારગર સાબિત થઇ ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news