Priyanka Chopra ભલે વિદેશીને પરણી, પણ તેના પરિવારને દેશી ગર્લ માટે પસંદ હતો આ સ્વદેશી છોકરો


પ્રિયંકા ચોપરાએ જ્યારથી અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે ત્યારથી જ તેના લગ્નને લઈને કોઈકને કોઈક ચર્ચા જરૂરથી થતા રહે છે. ત્યારે ફરી એકવાર પ્રિયંકાના લગ્નનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. 

Priyanka Chopra ભલે વિદેશીને પરણી, પણ તેના પરિવારને દેશી ગર્લ માટે પસંદ હતો આ સ્વદેશી છોકરો

નવી દિલ્લીઃ પ્રિયંકા ચોપરાએ જ્યારથી અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે ત્યારથી જ તેના લગ્નને લઈને કોઈકને કોઈક ચર્ચા જરૂરથી થતા રહે છે. ત્યારે ફરી એકવાર પ્રિયંકાના લગ્નનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. Priyanka Chopra એ ભલે પોતાના માટે વિદેશી મુરતિયો શોધ્યો અને પરણી ગઈ, પણ તેના પરિવારને તો બોલીવુડની આ દેશી ગર્લ માટે પસંદ હતો આપણો સ્વદેશી છોકરો. 

જીહાં, પ્રિયંકા ચોપરાના પરિવારજનો તેનાં લગ્ન ટીવી શો ‘દેવો કે દેવ મહાદેવ’ ફેમ એક્ટર મોહિત રૈના સાથે કરાવવા માંગતા હતાં. મોહિતના મહાદેવના કેરેક્ટરથી પ્રિયંકાના પરિવારના લોકો ખુબ જ પ્રભાવિત થઈ ગયા હતાં. આ વાતનો ખુલાસો બીજા કોઈએ નહીં ખુદ પ્રિયંકા ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે.

પ્રિયંકા ચોપરાએ કહ્યુંકે, મારા ઘરમાં બધાને મોહિત ટીવી શો દેવો કે દેવ મહાદેવ જોઇને ખુબ જ ગમી ગયો હતો. માર પરિવારને લાગતું હતું કે એક્ટર મોહિત રૈના મારા માટે એકદમ પરફેક્ટ મેચ છે. મોહિત રૈના ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં શિવજીનો રોલ કરતો હતો અને તેમાં તેનું પર્ફોર્મન્સ જોઇને ઘરવાળા ઈમ્પ્રેસ થઇ ગયા. મોહિત રૈના રિયલ લાઈફમાં પણ ઘણો જેન્ટલ છે આથી જ તેણે મારા પરિવારનું દિલ જીતી લીધું હતું.

આમ, બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ અમેરિકન સિંગર પતિ નિક જોનસ સાથે મેરેજ લાઈફ એન્જોય કરી રહી છે, પણ એક સમય એવો પણ હતો કે તેના પરિવારજનો એક્ટ્રેસના લગ્ન ટીવી એક્ટર મોહિત રૈના સાથે કરાવવા ઇચ્છતા હતા. 

No description available.

મોહિત પણ છે અભિનયમાં માહિરઃ
પ્રિયંકાએ વર્ષ 2018માં અમેરિકન સિંગલ અને એક્ટર નિક જોન્સ સાથે લગ્ન કર્યા હતા અને મોહિતે હજુ લગ્ન કર્યા નથી. મોહિત ટીવી શો દેવો કે દેવ મહાદેવ, મહાભારત, ચક્રવર્તી સમ્રાટ અશોક ઉપરાંત ઉરી, મિસીઝ સિરિયલ કિલર અને ગુડ ન્યૂઝ કેવી ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. ટૂંક સમયમાં તે શિદ્દત ફિલ્મમાં દેખાશે.

જ્યારે મોહિતને આ વાતની જાણ થઈ તો એણે શું કહ્યું?
જ્યારે મોહિતને આ વાતની ખબર પડી કે તે પ્રિયંકા ચોપરાના પરિવારને ગમતો હતો. અને પ્રિયંકાની માતા પોતાની દિકરીના લગ્ન તેની સાથે કરાવવા માંગતી હતી. પ્રિયંકાની માતા મોહિતને પોતાનો જમાઈ બનાવવા માંગતી હતી એ વાતની જાણ થતા જ મોહિત ખુબ જ ખુશ થઈ ગયો. તેણે કહ્યુંકે, હું ખુશનસીબ છું કે મારા માટે તેમણે આવો વિચાર કર્યો. આ વાતથી મને એક અલગ સન્માનની અનુભુતિ થાય છે. ખૈર આ જન્મમાં અમારા ના થયા લગ્ન તો કોઈ વાંધો નહીં, હું કોઈ બીજા જન્મમાં પ્રિયંકાના સપનાંમાં રાજકુમાર બનીને આવીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news