આંગળીઓની છાપથી 449 ફુટ લાંબા કાપડ પર વિદ્યાર્થીનીએ લખી હનુમાન ચાલીસા
અગાઉ 16 લાખ મોતીઓ વડે ભારતનો નક્શો બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચુકી છે નેહા
Trending Photos
વારાણસી : વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની યુવતીએ પોતાના હુનરનો ડંકો વગાડીને સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠની વિદ્યાર્થીની નેહા સિંહે 38147 આંગળીની છાપ વડે 136 મીટર (449 ફુટ) લાંબા કાપડ પર આખી હનુમાન ચાલીસા લખી છે. ત્યાર બાદ તેનું નામ યૂરેશિયા વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. સંકટ મોચન મંદિરના પ્રાંગણમાં રવિવારે સાંજે આયોજીત સમારંભમાં આંગળીનાં નિશાનથી લખેલી હનુમાન ચાલીના વિમોચન થયું અને યૂરેશિયા વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે નેહાને સન્માનિત કરવામાં આવી.
યૂરેશિયા વર્લ્ડ રેકોર્ડનાં પ્રતિનિધિ જાણીતા કલાકાર જગદીશ પિલ્લઇની હાજરીમાં બીએચયૂના ભારત કલા ભવનના ડાયરેક્ટર પ્રો. અજય કુમાર સિંહ, પ્રો મંજુલા ચતર્વેદી તથા વડાપ્રધાન મોદીના જનસમ્પર્ક કાર્યાલયના વડા શિવ શરણ પાઠકે નેહાને સર્ટિફિકેટ પ્રદાન કર્યું હતું.
સંકટ મોચન મંદિરમાં લોકોના ટોળા ઉમટ્યા
વારાણસીના સંકટ મોચન મંદિરમાં નેહાની કૃતી જોવા માટે સેકડોં લોકો એકત્ર થયા. આ દરમિયાન દરેક વ્યક્તિએ 136 મીટર કપડા પર આંગળીના નિશાન વડે લખેલી ચાલીસાના વખાણ કર્યા. કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે ચર્ચા કરતા નેહાએ જણાવ્યું કે કપા પર હનુમાન ચાલીસા લખવામાં એક અઠવાડીયાનો સમય લાગ્યો પરંતુ બાકી તૈયારીમાં બે મહિના જેટલો સમય લાગ્યો. પ્રતિદિન તેઓ સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આંગળી વડે ચોપાઇ લખતી રહી. આની પ્રેરણા તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વારાણસીમાં સૌથઈ વધારે ચાર વખત નામ નોંધાવી ચુકેલા જગદીશ પિલ્લઇ પાસેથી મળી હતી.
અગાઉ પણ રેકોર્ડ નોંધાવી ચુકી છે નેહા
નેહાનું કહેવું છે કે હનુમાન ચાલીસાની ચોપાઇમાં એટલી શક્તિ અને વિજ્ઞાન છે કે લેખન દરમિયાન તેનું મન તેમાં જ ડુબી જતુ રહ્યું. તેમણે જણાવ્યું કે, ચોપાઇઓનો સાર જાણવા અને સમજવામાં સંપુર્ણ અલગ પ્રકારની ઉર્જાની અનુભુતી થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેહા ગત્ત વર્ષે 16 લાખ મોતીઓ દ્વારા ભારતનો નક્શો બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ પોતાનું નામ નોંધાવી ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે