અહીં વાદળામાંથી થાય છે 'આલ્કોહોલ' નો વરસાદ, નાસાને મળ્યો કમાલનો ગ્રહ
NASA: આ આલ્કોહોલ તારા ઉત્પન્ન થનાર વિસ્તાર સૈગિટેરિયસ B2 માં મળી આવ્યા છે. તે આપણી આકાશગંગાના કેન્દ્રની ખૂબ નજીક છે. જોકે, આ પ્રદેશની નજીક આપણી આકાશગંગાનું એક મોટું બ્લેકહોલ છે.
Trending Photos
Planet of alcohol: અત્યાર સુધી તમે આકાશમાંથી માત્ર પાણી અને બરફ પડતો જ જોયો છે, પરંતુ જો હું તમને કહું કે આ બ્રહ્માંડમાં એક એવી જગ્યા છે જ્યાં દારૂનો વરસાદ થાય છે. એટલે કે આ ગ્રહ પર તમે જ્યાં જુઓ ત્યાં બધે તમને દારૂ જોવા મળશે. ઇન્ટરનેશનલ સ્પેસ એજન્સી નાસાએ આ વિશે વિશ્વને જણાવ્યું કે આ આલ્કોહોલ માઇક્રો મોલેક્યુલર સ્વરૂપમાં હાજર છે.
Jobs 2023: 12 પાસ માટે GSRTC બંમ્પર ભરતી, જાણો A TO Z માહિતી
UPI યુઝર્સ માટે RBIની મોટી જાહેરાત, પેમેન્ટ કરવા માટે PIN ની જરૂર નહીં પડે!
સૌથી મોટી વાત એ છે કે પ્રોપેનોલના રૂપમાં આ અવકાશમાં શોધાયેલો સૌથી મોટો આલ્કોહોલ મોલેક્યુલ છે. જો કે, તે બિલકુલ પીવાલાયક નથી અને તે પૃથ્વીથી એટલું દૂર છે કે તેને લાવવાની કલ્પના જ કરી શકાય છે. પરંતુ આ ઘટસ્ફોટથી એક વાત ચોક્કસ સાબિત થઈ છે કે અવકાશમાં એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે માનવી વિચારી પણ નથી શકતો.
ઉત્તર દિશામાં રાખો આ છોડ, ઘરે ચાલીને આવશે માં લક્ષ્મી, રાતો-રાત થઇ જશો અમીર!
Top-5 Cheapest 5G Phone: આ છે દેશના સૌથીના સૌથી સસ્તા ફોન, જાણો કિંમત અને ખૂબીઓ
ક્યાંથી મળ્યો છે આ આલ્કોહોલ?
આ આલ્કોહોલ તારા ઉત્પન્ન થનાર વિસ્તાર સૈગિટેરિયસ B2 માં મળી આવ્યા છે. તે આપણી આકાશગંગાના કેન્દ્રની ખૂબ નજીક છે. જોકે, આ પ્રદેશની નજીક આપણી આકાશગંગાનું એક મોટું બ્લેકહોલ છે. બીજી તરફ, તેના અંતર વિશે વાત કરીએ તો, તે આપણી પૃથ્વીથી 170 પ્રકાશ-વર્ષ દૂર છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારની શોધ એટાકામા લાર્જ મિલિમીટર/સબમિલિમીટર એરે ટેલિસ્કોપ દ્વારા વર્ષ 2016માં કરવામાં આવી હતી, ત્યારબાદ નાસા તેના પર નજર રાખી રહ્યું છે અને અહીંની તમામ ગતિવિધિઓ પર ધ્યાન આપી રહ્યું છે.
એજન્ટને એક પણ રૂપિયો આપ્યા વિના કેનેડા જવું છે તો કરો આ પ્રોસેસ,ઝંઝટ વિના પહોંચી જશો
અમેરિકા અને કેનેડા કરતાં આ દેશો છે ગુજરાતીઓ માટે બેસ્ટ : સરળતાથી મળે છે એન્ટ્રી
નિષ્ણાતો આ અંગે શું કહે છે?
યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના એસ્ટ્રોકેમિસ્ટ રોબ ગેરોડ તેને ખૂબ જ અનોખી માને છે. 'પ્રોપેનોલના બંને સ્વરૂપોને એકસાથે મેળવું એ એક મોટી વાત છે અને દરેકની રચના નક્કી કરવામાં અનન્ય રીતે શક્તિશાળી છે,' તે કહે છે. આમ કહી શકાય કારણ કે બંને વચ્ચે ઘણી સામ્યતા છે, જેનો અર્થ એ છે કે બે પરમાણુઓ એક જ સમયે એક જ જગ્યાએ હાજર હોવા જોઈએ. જોકે અવકાશમાં આવી કોઈ ક્રિયા જોવા મળતી નથી. ખાસ કરીને મિથાઈલ આલ્કોહોલ, અથવા મિથેનોલ (CH3OH) મળી આવવું એ એક મોટી વાત છે. આનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો ગ્રહોની રચના અને વિનાશની પ્રક્રિયાને સમજી શકશે.
શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે