UP: ફઇ અને ભત્રીજાએ સંપીને કરી ફોર્મ્યુલા તૈયાર, કોંગ્રેસ એકલું પડે તેવી શક્યતા

સપા અને બસપાએ એક સરખા ભાગે સીટો વહેંચી લેવી અને પોતાનાં ભાગમાથી સરખા ભાજે સીટો રાલોદને આપવી તેવી ફોર્મ્યુલા નક્કી થઇ

UP: ફઇ અને ભત્રીજાએ સંપીને કરી ફોર્મ્યુલા તૈયાર, કોંગ્રેસ એકલું પડે તેવી શક્યતા

નવી દિલ્હી : ત્રણ રાજ્યોમાં યોજાયેલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઝંડા લહેરાવ્યા બાદ હવે પાર્ટીઓ લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓ કરવા લાગી છે. કહે છે કે દિલ્હીની સત્તા સુધી પહોંચવા માટેનો રસ્તો યુપીમાંથી પસાર થાય છે. યુપીમાં ભાજપનાં સમીકરણો બગાડવા માટે વિપક્ષી પાર્ટીઓ એકત્ર થઇને ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સુત્રો અનુસાર યુપીમાં ગઠબંધનની ફોર્મ્યુલા તૈયાર કરી લેવામાં આવી છે. 

તૈયાર કરવામાં આવેલ મોટી ફોર્મ્યુલા અનુસાર સપા-બસપામાં બરાબરની સીટો અંગે સમજુતી થઇ છે. સૌથી મહત્વની વાત છે કે મિશન 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ગઠબંધનમાં સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. સુત્રો અનુસાર યુપીમાં બે દળ રાષ્ટ્રીય લોકદળને ગઠબંધનમાં સમાવિષ્ય કરતા ભાજપની વિરુદ્ધ રણશિંગુ ફુંકશે. 

દેશમાં સૌથી વધારે લોકસભા સીટો ઉત્તરપ્રદેશમાં છે. જેમાં બસપા અને સપા બરાબર સીટો પર ચૂંટણી લડશે. જ્યારે લાદોની સાથે રાખીને તેને 3 કે 4 સીટો આપવામાં આવશે, જ્યાં સપા કે બસપા મજબુત ન હોય. એવામાં ભાજપને અટકાવવા માટે આવી સીટો પર રાલોદને ઉભી રખાશે. સુત્રો અનુસાર સપા-બસપા પોત-પોતાનાં હિસ્સામાંથી સમાન ભાગે સીટો રાલોદને આપશે. 

વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે અપના દળ સાથે મળીને અહીં 73 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે સપા પાંચ અને કોંગ્રેસ 2 સીટો પર જ જીતી શકી હતી. જો કે બસપા પોતાનું ખાતુ પણ ખોલી શકી નહોતી. પેટા ચૂંટણી 2018માં સપા 2 અને રાલોદ 2 સીટ પર જીત્યું અને ભાજપને હરાવવામાં સફળ રહ્યા હતા. સુત્રો અનુસાર યુપીમાં આ ગઠબંધનની જાહેરાત ટુંક જ સમયમાં થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે બસપા સુપ્રીમોનાં જન્મ દિવસ પ્રસંગે એટલે કે 15 જાન્યુઆરીએ આ ગઠબંધનની જાહેરાત થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news