મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, આજે બેઠકમાં થઈ ગયો નિર્ણય!
Modi Governmet 3.0: મોદી સરકાર 3.0 ની તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદે શપથ લેશે. તો સૂત્રો પ્રમાણે નવી સરકારમાં ટીડીપીના 4 અને જેડીયૂના 2 મંત્રી શપથ લઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ રવિવાર 9 જૂને મોદી સરકાર 3.0 બનવા જઈ રહી છે. રવિવારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી પદના શપથ લેશે. પીએમની સાથે નવી સરકારના મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરશે. આ સિવાય મોદી સરકાર 3.0 માં મંત્રાલયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી તેથી એનડીએના સહયોગી દળો ટીડીપી અને જેડીયૂને પણ મંત્રીપદ મળવાનું નક્કી છે. સૂત્રો અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં ચંદ્રબાબૂ નાયડૂની ટીડીપીને ચાર મંત્રાલય મળશે, જ્યારે જેડીયૂને બે મંત્રાલય મળશે.
ટીડીપીને 4 તો જેડીયૂએ માંગ્યા 2 મંત્રાલય
સૂત્રો પ્રમાણે મોદીની નવી કેબિનેટમાં જગ્યા મેળવનાર ચાર ટીડીપી નેતાઓમાંથી ત્રણ રામ મોહન નાયડૂ, હરીશ બાલયોગી અને ડગ્ગુમલ્લા પ્રસાદ છે. તો નીતિશ કુમારની જેડીયૂએ બે સીનિયર નેતાઓ લલન સિંહ અને રામનાથ ઠાકુરના નામ પ્રસ્તાવિત કર્યાં છે. લલન સિંહ બિહારના મુંગેરથી લોકસભા સાંસદ ચૂંટાયા છે, જ્યારે રામ નાથ ઠાકુર રાજ્યસભા સાંસદ છે. રામનાથ ઠાકુર ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર છે.
એનડીએની કેબિનેટની લઈ યોજાઈ બેઠક
શપથ ગ્રહણ પહેલા શનિવારે કેબિનેટમાં મંત્રાલયોને લઈને એનડીએની બેઠક થઈ હતી. સૂત્રો અનુસાર બેઠકમાં ટીડીપીએ આંધ્ર પ્રદેશમાં 16 લોકસભા સીટ જીત્યા બાદ ચાર મંત્રાલય અને સ્પીકરનું પદ માંગ્યું હતું. પરંતુ હજુ સુધી પાર્ટીએ આ મુદ્દે કંઈ સત્તાવાર જણાવ્યું નથી.
એનડીએની સરકાર બનાવવામાં નાયડૂ અને નીતિશ કિંગમેકર
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર બહુમત મેળવી શકી નથી. ભાજપને માત્ર 240 સીટ મળી છે. જ્યારે સરકાર બનાવવા માટે 272 સીટોની જરૂર છે. પરંતુ એનડીએ ગઠબંધને બહુમત મેળવી લીધો છે. સરકાર બનાવવામાં ચંદ્રબાબૂ નાયડૂ અને નીતિશ કુમાર કિંગમેકર બનીને ઉભર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે