ટુંક સમયમાં મોટો નિર્ણય લઇ શકે છે મોદી સરકાર, 42 સરકારી કંપનીઓનું ખાનગીકરણ શક્ય: સૂત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવાર સાંજે તેમના મંત્રીમંડળના 57 સભ્યો સાથે પદ અને ગોપનિયતાની શપથ લીધી છે. આજે તેમની નવી કેબિનેટની પહેલી મિટિંગ થવા જઇ રહી છે. એવામાં સૂત્રોના અહેવાલ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર 100 દિવસમાં આર્થિક સુધાર માટે મોટા નિર્ણય લઇ શકે છે.

ટુંક સમયમાં મોટો નિર્ણય લઇ શકે છે મોદી સરકાર, 42 સરકારી કંપનીઓનું ખાનગીકરણ શક્ય: સૂત્ર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવાર સાંજે તેમના મંત્રીમંડળના 57 સભ્યો સાથે પદ અને ગોપનિયતાની શપથ લીધી છે. આજે તેમની નવી કેબિનેટની પહેલી મિટિંગ થવા જઇ રહી છે. એવામાં સૂત્રોના અહેવાલ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર 100 દિવસમાં આર્થિક સુધાર માટે મોટા નિર્ણય લઇ શકે છે. એવામાં ખોટમાં ચાલી રહેલી સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા સહિત 24 કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવે તે નિર્ણય પણ સંભવ છે.

પાછલા થોડા દિવસોમાં આ સંબંધમાં એવિએશન મિનિસ્ટ્રીથી પણ સંકેત મળ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાને સંપૂર્ણ રીતે પ્રાઇવેટ પ્લેયરના હાથમાં સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શરૂઆત આ વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાથી થઇ શખે છે. આ પહેલા પણ સરકારે એર ઇન્ડિયામાં ભાગીદારીથી વેચવાની તૈયારી કરી હતી, પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો.

સરકાર Air Indiaમાં 25 ટકા ભાગીદારી રાખવા ઇચ્છતી હતી અને 75 ટકા ભાગીદારી વેચવા ઇચ્છતી હતી. પરંતું આ શરતના કારણે એર ઇન્ડિયાને કોઇ રોકાણકાર મળ્યો નહીં.

જો કોઇ કંપનીમાં કોઇ 25 ટકાથી વધારે શેર હોય છે તો તે કંપનીનો નિર્ણયને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. આ કારણથી સરકાર દ્વારા 25 ટકા ભાગીદારી પોતાની પાસે રાખવાના આ નિર્ણયને લઇને રોકાણકારો તૈયાર થયા ન હતા. એરલાઇન્સ પર 5,50,000 કરોડ રૂપિયાનું દેવું છે, જેમાંથી 30 હજાર કરોડનું દેવું SPVને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news