મિડલ ક્લાસને ભેટ, સસ્તા પ્રીમિયમમાં મળશે આયુષ્માન ભારતની માફક હેલ્થકેર સ્કીમ!

દેશના મિડલ ક્લાસનું દિલ જીતવાના હેતુથી મોદી સરકાર જલદી જ એક મોટું પગલું ભરવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિડલ ક્લાસને સ્વસ્થ બનાવવા માટે સરકાર જલદી જ મિડલ ક્લાસ માટે અલગ હેલ્થકેર સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે હવે મિડલ ક્લાસ એટલે કે મધ્યમવર્ગીય પરિવારો માટે પણ આયુષ્માન સ્કીમ. 

મિડલ ક્લાસને ભેટ, સસ્તા પ્રીમિયમમાં મળશે આયુષ્માન ભારતની માફક હેલ્થકેર સ્કીમ!

નવી દિલ્હી: દેશના મિડલ ક્લાસનું દિલ જીતવાના હેતુથી મોદી સરકાર જલદી જ એક મોટું પગલું ભરવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિડલ ક્લાસને સ્વસ્થ બનાવવા માટે સરકાર જલદી જ મિડલ ક્લાસ માટે અલગ હેલ્થકેર સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે હવે મિડલ ક્લાસ એટલે કે મધ્યમવર્ગીય પરિવારો માટે પણ આયુષ્માન સ્કીમ. 

સરકારના થિંક ટેન્ડ એટલે કે નીતિ આયોગે મિડલ ક્લાસ માટે ખાસકરીને અલગથી હેલ્થકેર સ્કીમ લાવવા માટે રિપોર્ટ પણ તૈયારી કરી લીધી છે. નીતિ આયોગે હેલ્થ સિસ્ટમ ફોર ન્યૂ ઇન્ડીયા રિપોર્ટ તૈયાર કરી છે. આમ તો આયુષ્માન સ્કીમ દેશના ગરીબોના સારા સ્વાસ્થ્ય અને સારવાર માટે સ્કીમ છે પરંતુ નીતિ આયોગના અનુસાર દેશના મિડલ ક્લાસ માટે કોઇપણ નક્કર હેલ્થકેર સરકારી નીતિ અથવા યોજના નથી.  

એટલા માએ જ સરકાર ટૂંક સમયમાં જ નવી મિડલ ક્લાસ કેંદ્વીય હેલ્થકેર સ્કીમ દ્વારા દેશના લગભગ 50% મિડલ ક્લાસને કવર કરવા માંગે છે. જો બધુ ઠીક રહ્યું અને મોદી સરકારની મિડલ ક્લાસને ભેટ આપવાની યોજના હકીકતમાં બદલે છે તો આગામી સમયમાં દેશના મિડલ કલાસ નાગરિકને પણ 200 અથવા 300 રૂપિયાનું પ્રિમિયમ ભરીને સારી સારવારનો ફાયદો મળી શકે છે. આમ તો નિતી આયોગનું માનવું છે કે ઉચ્ચ વર્ગ પોતાના સ્વાસ્થ્ય ખર્ચને ઉઠાવવામાં સક્ષમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news