Sonu Sood ની બહેન માલવિકા સૂદ કોંગ્રેસમાં થઈ સામેલ, CM ચન્ની અને સિદ્ધુ રહ્યા હાજર

Sonu Sood Sister Malvika Sood Joins Congress: પંજાબ ચૂંટણી પહેલા ફિલ્મ અભિનેતા સોનૂ સૂદની બહેન માલવિકા સૂદ કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. 

Sonu Sood ની બહેન માલવિકા સૂદ કોંગ્રેસમાં થઈ સામેલ, CM ચન્ની અને સિદ્ધુ રહ્યા હાજર

મોગાઃ Malvika Sood Joins Congress: ફિલ્મ અભિનેતા સોનૂ સૂદના બહેન માલવિકા સૂદ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. સોમવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ માલવિકા સૂદના ઘરે પહોંચ્યા અને તેને કોંગ્રેસનું સભ્ય પદ ગ્રહણ કરાવ્યું છે. આ દરમિયાન સોનૂ સૂદ પણ હાજર રહ્યો હતો. પરંતુ સોનૂ સૂદ મુખ્યમંત્રી ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુની સાથે ડાયસ પર આવ્યો નહીં. 

પંજાબમાં આગામી મહિનાની 14 તારીખે ચૂંટણી છે. પંજાબમાં એક તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચે પરિણામ આવસે. માલવિકા સૂદ પંજાબના મોગાથી ચૂંટણી લડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે પાછલા મહિને સોનૂ સૂદે ચંદીગઢની પાસે એક પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેણે બહેન માલવિકાના ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ આ દરમિયાન તેમણે પંજાબના મુખ્યમંત્રી ચન્ની સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ પંજાબની રાજનીતિમાં હલચલ શરૂ થઈ અને માલવિકા કોંગ્રેસમાં સામેલ થશે તેવી અટકળો શરૂ થઈ હતી. 

— ANI (@ANI) January 10, 2022

શું કરે છે માલવિકા સૂદ?
38 વર્ષની માલવિકા સૂદ અભિનેતા સોનૂ સૂદની સૌથી નાની બહેન છે. તેની મોટી બહેન મોનિકા શર્મા અમેરિકામાં રહે છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારી માલવિકા મોગામાં અંગ્રેજી કોચિંગ સેન્ટર ચલાવે છે. સાથે તેણે મોગામાં શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કર્યું છે. 

માલવિકાના પિતા શક્તિ સાગર સૂદનું 2016માં અને માતા સરોજબાલા સૂદનું 2007માં નિધન થઈ ગયું હતું. પોતાના માતા-પિતાની યાદમાં ભાઈ-બહેને સૂદ ચેરિટી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. સોનૂના પિતાની મોગામાં બોમ્બે ક્લોથ હાઉસ નામથી કપડાની દુકાન હતી. તો માતા સરોજબાલા સૂદ મોગાની ડીએમ કોલેજમાં અંગ્રેજીનો અભ્યાસ કરાવતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news