કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનાં કામના વખાણ, વિપક્ષી નેતાઓએ પણ કરી સરાહના
Trending Photos
નવી દિલ્હી : લોકસભામાં ગુરૂવારે ભારતમાલા યોજના સંબંધિત પ્રશ્નના ઉત્તર દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કામના ખુબ જ વખાણ કર્યા અને સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ આ દરમિયાન મેજ થપથપાવીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. સદનમાં પ્રશ્નકાળ દરમિયાન માર્ગ પરિવહન મંત્રી ગડકરી ભારતમાલા યોજના, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે અને ચારધાન યોજના સંબંધિત પ્રશ્નોના ઉત્તરો આપી રહ્યા હતા.
પુરક પ્રશ્ન પુછનારા ભાજપ, શિવસેના અને કોંગ્રેસ સહિત અન્ય દળનાં સભ્યોએ આ દરમિયાન માર્ગ, રાજમાર્ગ અને અવસંરચના ક્ષેત્રમાં દેશમાં થયેલા કામકાજ માટે ગડકરીની પ્રશંસા પણ કરી હતી. ગડકરીએ પોતાનાં ઉતરમાં એક સ્થળે કહ્યું કે, મારી આ વિશેષતા છે અને હું તેના માટે પોતે પણ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું અને દરેક પાર્ટી સાંસદ કહે છે કે તેમનાં ક્ષેત્રમાં સારુ કામ થયું છે. જળ સંસાધન અને ગંગા સંરક્ષણ મંત્રાલયનો પણ પ્રભાર સંભાળી રહેલા ગડકરીએ ઉતરાખંડના ચારધામને જોડનાર યોજના સંબંધિત પ્રશ્નનો ઉત્તર આપતા ગંગાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, પ્રયાગમાં પહેલીવાર ગંગા આટલી નિર્મળ અને અવિરલ વહી રહી છે.
લોકસભા અધ્યક્ષને તેમણે જણાવ્યું કે, તમે જોઇ શકો છો કે ગંગા માટે પણ ઘણુ કામ થયું છે. જે અંગે અધ્યક્ષ મહાજને કહ્યું કે, અમારા આશિર્વાદ તમારી સાથે છે. મંત્રીના જવાબ બાદ ભાજપ ગણેશ સિંહે લોકસભાને અપીલ કરી કે ગડકરીએ દેશમાં આટલુ કામ કર્યું છે, તેમના માટે સદનનો આભાર પ્રસ્તાવ પાસ કરાવવો જ જોઇએ. જે અંગે ભાજપનાં સભ્યોએ મેજ થપથપાવીને ગડકરીની પ્રશંસા કરી. સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સદનમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ઘડગે સહિત કેટલાક અન્ય વિપક્ષી સભ્યોએ પણ મેજ થપથપાવીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે